BANASKANTHAPALANPUR

બાલારામ મહાદેવ નજીક યુદ્ધના ધોરણે ચેકડેમ બનાવવાની શરૂઆત કરવામાં આવી

2 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પાલનપુર થી 16 કિલોમીટર અંતર આવેલું કાશ્મીર મનાતુ બાલારામ મહાદેવ મંદિર નજીક કેટલાક આસપાસના ગામની લોકો ચેકડેમ બનાવવા ની માંગણીને ધ્યાનમાં લઈને ચેકડેમ રૂપિયા ૨૩૪ લાખ મંજૂર કર્યા બાદ આજે આ ચેક ડેમ કામગીરી પુરજોસમાં ચાલી રહી છે જેને લઇને આસપાસના કેટલાક ગામોને ફાયદો થશે અને પિકનિક ધામ રોનક બદલાઈ જશે જોકે આજે આ કામગીરી નિહાળવા બનાસકાંઠાના ધારાસભ્ય. સાંસદો તેમના સાથે અનેક કાર્યકર્તા હોય આ જગ્યાની ઉડતી મુલાકાત લીધી હતી.બાલારામ થી લગભગ એક કિલોમીટર દૂર પેલેસ પાછળ ચેક ડેમ સવા બે કરોડના ખર્ચે છે કામગીરી યોજના યુદ્ધના ધોરણે ચાલી રહી છે આ ડેમની લગભગ ઊંચાઈ 3 મીટર ની નદી નો પટ ઊંડો કરવાની પણ કામગીરીઆ વિસ્તારો કરવામાં આવશે આ ચેક ડેમ તૈયાર થઈ ગયા પછી બાલારામની રોનક બદલાઈ જશે પ્રવાસીઓનો દર્શનાર્થીઓનો પણ વધારો થશે જોકે આ વિસ્તારના લોકોને કેટલાક લોકોને માનવું છે ચોમાસામાં આવતા ઘોડાપૂર નદીઓ મંદિરના આસપાસ વિસ્તારોની ભવિષ્યમાં જોખમ ઊભું થાય તેવું માની રહ્યા છે જેમાં કેટલાક પ્રવાસીઓ એવું પણ જણાવ્યું કે મંદિર આસપાસ ની સ્નાન ઘાટ પાણીથી ભરવામાં આવે આવતા પ્રવાસીઓ સ્નાન કરી પ્રકૃતિની મજા માણી શકે જો કે આ ચેકડેમની ભાજપ સરકારના ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઇ પટેલ તથા ધારાસભ્ય અનિકેત ઠાકરે પણ બાલારામ ચેકડેમ ની મુલાકાત લીધી હતી

[wptube id="1252022"]
Back to top button