જિલ્લામાં છેલ્લા વર્ષ દરમિયાન કુલ ૩૪૩ તમાકુ વેપારીઓ પાસેથી રૂ.૫૦૧૮૫/- દંડ વસુલાયો
જિલ્લામાં છેલ્લા વર્ષ દરમિયાન કુલ ૩૪૩ તમાકુ વેપારીઓ પાસેથી રૂ.૫૦૧૮૫/- દંડ વસુલાયો
************
છેલ્લા બે વર્ષમાં ૧૨૦ જેટલી સ્કુલોમાં તમાકુ નિષેધ જાગૃતિ કાર્યક્રમ કરાયા
************
૩૧ મે ને વિશ્વ ટોબેકો દિવસ તરીકે ઉજવવામાં આવે છ. ૧૯૮૭ માં વિશ્વ તમાકુ નિષેધ દિનની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીનો હેતુ તમાકુના જોખમ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. તમાકુના સેવનથી સ્વાસ્થ્યના નુકશાન સાથે લોકો ગંભીર બિમારીઓનો ભોગ બને છે.
ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત જિલ્લામાં કાર્યરત ટોબેકો કંટ્રોલ સેલ ધ્વારા છેલ્લા બે વર્ષમાં ૧૨૦ જેટલી સ્કુલોમાં તમાકુ નિષેધ જાગૃતિ અંગેના કાર્યક્રમ કરી બાળકો તમાકુના વ્યસની ન બને તે માટે પ્રયત્ન કરવામાં આવ્યા છે.તેમજ તમાકુ અધિનિયમ ૨૦૦૩ જાગૃતિને લઇને સમગ્ર જિલ્લામાં વિવિધ કલમોના ભંગ બદલ વર્ષ –૨૦૨૧-૨૨માં ૪૩૨ તમાકુ વેપારીઓ પાસેથી રૂ.૬૨૨૮૫/- તેમજ ૨૦૨૨-૨૩માં ૩૪૩ તમાકુ વિક્રેતાઓ પાસેથી રૂ.૫૦૧૮૫/- ની દંડની વસુલાત કરવામાં આવી છે.
તમાકુ લોકોના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તે ઉપરાંત લોકોનીઆર્થિક સ્થિતી પણ ખોરવાય છે. આ પરિસ્થિતી કારણે બાળકોને ભણવાના સમયે બાળકને બાળમજુરીમા ધકેલી દેવામાં આવે છે. સમાજમાં એવા પણ પરીવારો છે,તમાકુ,બીડી,ગુટકાના કારણે ઘરના મોભી કેન્સરનો ભોગ બને છે.જેના કારણે પોતાના જીવનની બધીજ કમાણી/મિલકત તેની સારવારમાં હોમાઇ જાય છે.તે પોતે બચતો નથી જેના કારણે તે વ્યક્તિ તો જાય છે પણ સાથે સાથે પરીવારના બધાજ સભ્યોને મારતો જાય છે.આમ તમાકુ શારીરિક, આર્થીક, સામાજીક, માનસિક આ તમામ રીતે નુકશાન કરે છે.
ઉલ્લેખનીય છે કે તમાકુ નિષેધ દિનની ઉજવણીના કારણે લોકોમાં જાગૃતિ આવે છે તેના લીધે વ્યસનમુક્ત થઇને ગરીબી,ભુખમરો નો અંત આણી, કૃષિ વિષયક અને આર્થીક વિકાસ તેમજ લાંબાગાળે પર્યાવરણના ફેરફારમાં પણ પોતાનો નોંધપાત્ર ફાળો નોધાવે છે.
જયંતિ પરમાર સાબરકાંઠા



