

સાબરકાંઠા…
સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે વિશાળ વૃક્ષ ધરાશાઈ થયું હતું.. હવામાન વિભાગની આગાહી પૂર્વે વરસાદ થતાં વૃક્ષ ધરાશાઈ થયું હતું.. વૃક્ષ ધરાશાઈ થતાં ઇકો ગાડીના કચ્ચરધાણ થઇ હતી…
સાબરકાંઠા જિલ્લાના તલોદ હિંમતનગર ઇડર વડાલી સહિતના પંથકમાં વાતાવરણ માં પલ્ટો નોધાયો હતો.. ત્યારે હવામાન વિભાગની આગાહી પૂર્વે તલોદ તાલુકાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.. ત્યારે તલોદ ખાતે ભારે પવનને લઇ વિશાળ વૃક્ષ ધરાશાઈ થયું હતું ત્યારે વૃક્ષ ધરાશાઈ થતાં ઇકો ગાડીના કચ્ચરધાણ થયાં હતાં.. વાવાઝોડા પગલે વિશાળ વૃક્ષ ધરાશાઈ થતાં ઇકો ગાડીને ભારે નુક્સાન થયુ હતું ત્યારે સદ નસીબે મોટી જાનહાનિ ટળી હતી.. ત્યારે રોડની સાઈડમાં આવેલ વિશાળ વૃક્ષ ધરાશાઈ થતાં ટ્રાફીક જામ નાં દ્ર્શ્યો સર્જાયા હતા.. ત્યારે વિશાળ વૃક્ષ ધરાશાઈ થતાં તંત્ર દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી…
રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા



