BANASKANTHAPALANPUR
દાંતા તાલુકાના મંડાલી ગામ અને ચુડા ગોળ પ્રજાપતિ સમાજનુ ગૌરવ સમગ્ર તાપી જિલ્લામા તૃતીય નંબર

25 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
આજરોજ જાહેર થયેલ ધોરણ 10 ના બોર્ડના પરિણામમા બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મંડાલી ગામના વતની અને હાલ તાપી જિલ્લાના ઉકાઇ ખાતે જીઇબીમા એન્જિનિયર તરીકે ફરજ બજાવતા જિજ્ઞેશભાઇ કે પ્રજાપતિના પુત્ર તિર્થ જે પ્રજાપતિ એ કુલ 600 માંથી 563 ગુણ મેળવી 99.84 પર્સન્ટાઇલ અને 93.84 ટકા સાથે A1 ગ્રેડ મેળવી સમગ્ર તાપી જિલ્લામા તૃતીય નંબર મેળવી જય અંબે સ્કુલ વ્યારા તેમજ મંડાલી ગામ તેમ જ ચુડા ગોળ પ્રજાપતિ સમાજ તેમ જ ઉકાઇ જીઇબીમા હર્ષ અને આનંદની લાગણી છવાઇ ગઇ હતી અને સૌએ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.
[wptube id="1252022"]



