BANASKANTHAPALANPUR

ગુજરાત ના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના ચાચર ચોકમાં ઘંટ લગાવવાની રજુઆત

24 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ધાર્મિક સ્થળ હોય કે પછી કોઈપણ નાનું મોટું મંદિર હોય ત્યાં ઘંટ હોય છે. અને કહેવામાં આવતું હોય છે કે મંદિરમાં ઘંટ વગાડવાથી ભગવાન જાગ્રત થાય છે. તો સાથે સાથે સકારાત્મક ઊર્જાનો સંચાર પણ થાય છે. કરોડો લોકોની આસ્થા પણ મંદિરના ઘંટ સાથે જોડાયેલી હોય છે. દેશ દુનિયામાં કોઈપણ નાના-મોટા મંદિર આગળ ઘંટ લગાયેલો હોય છે. જ્યારે કોઈપણ ભક્ત મંદિરે દર્શન માટે પ્રવેશે છે. ત્યારે સર્વપ્રથમ મંદિરમાં લાગેલા ઘંટને વગાડી ભગવાનના દર્શન કરતા હોય છે.ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિર દેશ વિદેશમાં વિખ્યાત છે. તો મા જગતજનની અંબા પ્રતિ કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. શક્તિપીઠ અંબાજી મંદિરમાં એક પણ ઘંટ નથી. જેને લઈને અંબાજીના સ્થાનિક માતાજીના ભક્ત ધર્મપ્રેમી સુનિલભાઈએ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને લેખિત અરજી કરી કરોડો લોકોના આસ્થાના ભાગરૂપે અંબાજી મંદિરના ચાચર ચોકમાં ઘંટ લગાડવાની રજુઆત કરી છે.

[wptube id="1252022"]
Back to top button