

સાબરકાંઠા…
વડાલી તાલુકામાં અઢી લાખની રકમ પરત કરનાર કર્મચારીઓની માનવતા મહેકી ઊઠે ઘોર કળયુગમાં રોડ પર ચોપડા સાથે થેલીમાંથી મળેલ અઢી લાખની રોકડ રકમ પરત આપી માનવતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું. બિયારણનાં વહેપારીનાં પૈસા પરત આવતા રાહતનો શ્વાસ અનુભવ્યો હતો…
સાબરકાંઠા જિલ્લાનાં વડાલી તાલુકાના શ્યામનગર ચોકડી નજીકથી પસાર થતાં CMS કંપનીના કર્મચારીઓને રોડ પર ચોપડાની થેલી પડેલી નજરે પડી હતી થેલી પડેલી જોઈ ડ્રાઈવરે ગાડી રોકી તેની તપાસ કરતા ચોપડા સાથે રૂપિયા અઢી લાખ મળી આવ્યા હતા લાખોની રોકડ રકમ મળી આવતાં કર્મચારીઓએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું જોકે ચોપડાની સાથે રહેલ રોકડ રકમ મૂળ માલિક સુધી પહોચાડવા થેલી માંથી ચોપડામાં મિત્રનો મોબાઈલ નંબર મળી આવ્યો હતો જે નંબર પર CMS કંપનીના કર્મચારીઓએ સંપર્ક કરી તેનાં મૂળ માલિક સુધી પહોંચતા માલિક વડાલી ખાતેની અક્ષર જીનમાં કામ કરતા હરેશભાઈ પટેલનાં હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે જીનમાં કામ કરતા ગલોડિયાના વતની હરેશભાઈ પટેલે પોતાની રકમની આવક જાવક તેમજ ખોવાઈ ગયેલ થેલીમાં રહેલ સામાનની નિશાની બતાવતા કર્મચારીઓએ મળેલી લાખોની રોકડ રકમ મૂળ માલિક સુધી પહોંચાડી હતી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ આ કળયુગમાં બતાવ્યું છે…
રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા



