
૨૩-મે
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
એક શામ માં કે નામ જે કર ઝૂલાવે પારણું તે જગત પર શાસન કરે
મુન્દ્રા કચ્છ :- માતા પ્રત્યે સ્નેહ અને સન્માનની અભિવ્યક્તિ ઉજાગર કરતો કાર્યક્રમ ‘એક સાંજ મા કે નામ’ નું આયોજન કરવામાં આવ્યું. કચ્છ કોપર લિમિટેડ અને અદાણી ફાઉન્ડેશનના ઉપક્રમે આયોજીત કાર્યક્રમમાં બ્રહ્માકુમારીઝ વિશ્વવિદ્યાલય-મુન્દ્રા અને રોટરી ક્લબે ઉત્સાહભેર ભાગ લીધો. શિક્ષણ વિભાગમાં અધ્યક્ષા તરીકે ફરજ બજાવનાર માતા છાયાબેન ગઢવીએ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી જીવનમાં માતાની મહત્તા અભિવ્યક્ત કરી હતી. માતૃવંદનામાં તરબોળ વિચારોએ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌની આંખો ભીંજવી દીધી.બાળક માટે માં એટલે શક્તિ અને ખુશીઓનો ખજાનો. વિદેશી કલ્ચરથી પ્રભાવિત મધર્સ ડેની જેમ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિની માતૃવંદનામાં માતાને પ્રથમ ગુરૂ માની તેનું મહત્વ અંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યોં. છાયાબેને જણાવ્યું હતું કે “ એક માં શું નથી કરી શકતી, તે ઘર સાથે શાસન પણ ચલાવી શકે છે. છે. જોકે આધુનિક યુગમાં માતાને બાળકો પ્રત્યે વધારે ધ્યાન આપવાની જરૂર છે. બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના સુશીલા દીદીએ માતાઓની વિશેષ જવાબદારીઓ વિશે પ્રાસંગિક વાત કરી હતી. તેમણે કહ્યું કે “બાળકો નાના-નાના પ્રશ્નોમાં નાસીપાસ ન થવા જોઈએ. તેમને આધ્યાત્મ તરફ વાળવામાં આવે તો ગમે તેવી સમસ્યાઓનું સમાધાન આવી શકે છે.ખ્યાતનામ ડૉક્ટર જહાનવી ઓઝાએ જણાવ્યું હતું કે “પરિવારની જવાબદારીમાં ગળાડૂબ માતા પોતાની જાત પ્રત્યે હંમેશા બેદરકાર રહે છે”. તેમણે પ્રસુતિ વેળાએ માતાઓમાં સર્જાતી વિટામીન્સની ઉણપ ટાળવા ઘરની રેસીપીમાંથી મળતા પોષકતત્વો અને ઔષધોની સમજ આપી હતી.કાર્યક્રમમાં અનુભવ વૃદ્ધ એવા 82 વર્ષીય માતા હર્ષાબેન ઓઝાએ ખાસ હાજરી આપી હતી. તેમણે આધુનિક સમયમાં માતાઓમાં આવેલા બદલાવ વિશે જણાવતા કહ્યું હતું કે “ ટેકનોલોજીના જમાનામાં બાળકોને વધુ સમય આપવાની જરૂર છે“.માતૃવંદનાના કાર્યક્રમમાં સંલગ્ન વિષયો પર ત્વરિત વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચિઠ્ઠીમાં વિષયને આનુસંગીક ત્વરિત ભાષણ આપવાની સ્પર્ધામાં બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લઈ ઉત્તમ વિચારોનું આદાન-પ્રદાન કર્યુ હતું. હેતલબેન ઉમારણીયા, ફોરમ આચાર્ય અને પૂર્ણિમાબેન ઠક્કરના વક્તૃત્વએ સભાને મંત્રમુગ્ધ કરી હતી. તેઓને અદાણી ફાઉન્ડેશન તરફથી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.માતા વિશેના વિચારોએ ઉપસ્થિત સૌને ભાવવિભોર કર્યા. માતાના સંસ્મરણોમાં તરબોળ સૌની આંખો ભીંજાઈ હતી. અદાણી ફાઉન્ડેશન હંમેશા કઈક નવું કરવાની નેમ સાથે સામાજીક પ્રવૃત્તિઓમાં સતત આગળ વધતું રહે છે. ફાઉન્ડેશનના સી એસ આર હેડ પંક્તિબેન શાહે આ પ્રસંગે સૌને શુભેરછાઓ પાઠવી હતી.








