
તા.૨૦.મે
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ નગરના કંજરી રોડ ઉપર આવેલ મામલતદાર કચેરી પાસે એક નાસ્તા અને જમવાની લારી ઉપર મહિલા શાક બનાવી રહી હતી તે દરમ્યાન ગેસ ના ચુલ્હા માં લગાવેલી ગેસની પાઇપ માં લીકેજ સર્જાતા આગ લાગી હતી. અને ધડાકા ભેર ચુલ્હાનું બર્નર ફાટતા ચુલ્હા ઉપર મૂકેલું શાકનું તપેલું હવામાં ઉછળ્યું હતું.અને ગેસના બોટલમાં લાગેલી આગ ઉપર ફાયર ફાઈટર એ આવીને નિયંત્રણ મેળવ્યું હતું. જો કે સદનસીબે પાઇપ લાંબી હોવાથી આગ ગેસના બોટલ સુધી પહોંચે તે પહેલાં ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી જતા મોટી દુર્ઘટના ટળી હતી.હાલોલ ના કંજરી રોડ ઉઓર આજે સવારે એક પુરી – શાક પીરસતી લારી માં શાક બનાવતા સમયે ગેસના સિલિન્ડર ની પાઇપ માં આગ લાગતા ચુલ્હા નું બર્નર ફાટ્યું હતું.જેને લઈ ધડાકા ભેર શાક નું તપેલું હવામાં ઉછડ્યું હતું.અને લારી માં આગ લાગી હતી.શાક બનાવતા પહેલા જ ગેસનો સિલિન્ડર બદલ્યો હોવા થી ફૂલ પ્રેસર માં ગેસ લીકેજ થતા ચુલ્હા પાસે ની પાઇપ આગમાં સળગી હતી. જોત જોતામાં લારી ઉપર પંદર ફૂટ જેટલી આગની જ્વાળાઓ નીકળી હતી.હાલોલ ફાયર ફાઇટર ની ટીમને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી ને આગ સિલિન્ડર સુધી પહોંચે તે પહેલાં રેગ્યુલેટર કાઢી સિલિન્ડર ને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધો હતો.જ્યારે આગ લાગતા ઘટના સ્થળે લોકટોળા ઉમટયા હતા.