
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
વણીયાદ રોડ પર કારમાં આગ:રેલ્લાંવાડા ગામના પરિવાર નો આબાદ બચાવ,મોડાસાની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો
જેમ જેમ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતું જાય છે. એમ વાહનોમાં આગની ઘટનાઓ વધતી ગઈ છે.ત્યારે મોડાસાના વણીયાદ પાસે આગની ઘટના સામે આવી છે.
મોડાસાના વણીયાદથી આગળ રેલ્લાવાડા રોડ પર એક પરિવાર કારમાં પસાર થઈ રહ્યો હતો. એ સમયે કાર ચાલક દ્વારા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાતા અચાનક કાર રોડની સાઈડમાં વીજપોલ સાથે અથડાઈ હતી અને વીજપોલ નો જીવિત તાળ કારની નીચે પડતા નીચેના ભાગથી આગ ભભુકી ઉઠી ત્યારે આજુબાજુના લોકો દોડી આવતા કાર માં સવાર ચાર લોકોને બહાર ખેંચી લેવાથી આબાદ બચાવ થયો હતો અને ધીરે ધીરે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગ લાગતા કારમાંથી ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા.જોત જોતામાં કાર સંપૂર્ણ પણે બળી ને ખાખ થઇ ગઈ હતી અને પરિવારનો આબાદ બચાવ થતા રાહત નો દમ લીધો હતો અને મોટી ઘટના તળી હતી સમગ્ર ઘટના અંગે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટના અંગે મોડાસા ફાયર વિભાગને જાણ કરી હતી.મોડાસા પાલિકાનું ફાયર તરત જ ઘટનાસ્થળે આવી પહોંચ્યું અને આગને કાબુમાં લીધી હતી. જોકે ફાયર ઘટનાસ્થળે આવ્યું એ પહેલાં કાર સંપૂર્ણ બળીને ખાખ થઇ ગઈ હતી