KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ કરાડ નદીમાં ખાણ ખનીજ વિભાગે રેડ કરી ત્રણ ટ્રેકટર ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી.

તારીખ ૧૬ મે

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ હાલોલ તાલુકા વચ્ચેથી પસાર થતી કરાડ નદીમાં રેતી ખનન કરતા ભુંમાફિયાઓ સામે ગોધરા ખાણખનીજ વિભાગે લાલ આંખ કરતાં સોમવારનાં રોજ ત્રણ ટ્રેક્ટરો ઝડપી પાડ્યાં.ગોધરા ખાણખનીજ વિભાગએ પંચમહાલ જિલ્લામાં ખનીજ ચોરી કરતાં ભુમાફિયાઓ સામે લાલ આંખ કરી સરકારની રોયલ્ટી વગર બેફામ રેતી ઊલેકતા વાહન ચાલકો સામે યોગ્ય પગલાં લેવા સોમવારની સવારથીજ ગોધરા ભુંસ્તરશાસ્ત્રીની ટીમ કામે લાગતા કાલોલ તાલુકાનાં દેવચોટિયા પંચાયતનાં વિસ્તારમાં આવતાં ઝીલિયાગામ અને હાલોલ તાલુકા વિસ્તારનાં પાચતાડ વચ્ચેથી પસાર થતી કરાડ નદીમાં વહેલી સવારથીજ ભુમાફિયાઓ નદીના પટમાં રેતી ખનન માટે ટ્રેક્ટરો લઈ પોંહચી જતાં હોય છે. કરાડ નદીના પટની રેતી દિવસ દરમ્યાન કોર ઉંદરનું માફક ખોતરી ભુંમાફિયાઓ પોતાની રોકડી કરતાં ત્રણ ખનીજ માફિયાઓ ને ખાણખનીજ વિભાગે ઝડપી પડ્યાં.ગોધરા ખાણખનીજ વિભાગની ટીમ કાલોલ તાલુકાનાં દેવચોટિયાનાં ઝીલિયા ગામ પાસેથી પસાર થતી કરાડ નદીનાં પટમાં ઉતરી રેતી ખનન કરતાં ત્રણ ટ્રેક્ટરો ઝડપી પાડી કાલોલ મામલતદાર કચેરી ખાતે લઈ આવતાં ઉનાળાની કાળઝાડ ગરમીમાં કેટલાંક ભુમાફિયાઓ પાછળ પાછળ દોડી આવ્યા હતાં.ગોધરા ખાણ ખનીજની રેડમાં ત્રણ ટ્રેક્ટરો ઝડપી પડતાં ભુંમાફિયાઓને ગરમીમાં પસીનો છૂટી જતાં હાથમાં ઠંડા પાણીની બોટલો સાથે મામલતદાર કચેરી ખાતે ઉભેલ ખાણ ખનીજ વિભાગની ટીમ પાસે દોડી આવ્યા હતાં.પરંતુ ખાણ ખનીજના માઈલ સુપર વાઇઝર પૃથ્વીરાજ દ્વારા રોયલ્ટી કે કોઈ પણ મંજૂરી વગર રેતી ચોરતા ગેરકાદેસર ત્રણ વાહનોના જવાબદાર મનોજ પંછી વણઝારા,વિપુલ પરમાર, રણજીત પરમાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી દંડની કાર્યવાહી કરી છે.કાલોલ તાલુકાના ભુંમાફિયાઓનાં ગ્રુપમાં દોડતી પવનપાવડી,ને જોઈ ભુંમાફિયાઓમાં દોડધામ મચી જતાં પરસેવો છૂટી ગયો હતો.

[wptube id="1252022"]
Back to top button