DAHOD

દાહોદ ગરબાડા વચ્ચે પસાર થતા નેશનલ હાઇવે ઉપર અકસ્માતનો સિલસિલો યથાવત, લોડેડ ટ્રક પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો 

તા.૧૦.૦૫.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ ગરબાડા વચ્ચે પસાર થતા નેશનલ હાઇવે ઉપર અકસ્માતનો સિલસિલો યથાવત, લોડેડ ટ્રક પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો

છેલ્લા ચાર પાંચ દિવસથી ગરબાડા દાહોદ હાઇવે પર નાની મોટી અકસ્માતની ઘટનાઓ બની રહી છે ત્યારે આજે ફરી એક વખત દાહોદ ગરબાડા હાઇવે ઉપર લોડેડ ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો છે દાહોદ ગરબાડા વચ્ચે પસાર થતા નેશનલ હાઇવે ઉપર આજે સવારે નાની ખરજ ગામે કુક્ષી તરફથી દાહોદ જતી પીળી મકાઈની ગુણો ભરેલી ટ્રક ના ચાલકે ટ્રક ગફલત ભારી રીતે હંકારી લાવી સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડની સાઈડમાં ઉતરી પલ્ટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બનતા ઘટના સ્થળે લોક ટોળા ઉમટી પડ્યા હતા અને આ અકસ્માતની જાણ પોલીસને કરાતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો જ્યારે ટ્રકને નુકસાન થવા પામ્યું હતું અને ટ્રકમાં ભરેલી મકાઈની ગુણો પણ વેર વિખેર થઈ ગઈ હતી

[wptube id="1252022"]
Back to top button