KUTCHMANDAVI

અખીલ કચ્છ દિવ્યાંગ ફેડરેશન અને વિકલાંગ જીવન વિકાસ મંડળ નાની ખાખર દ્વારા સંસ્થાનાં મંત્રીશ્રી હોથુજી પી.જાડેજાને સન્માનિત કરાયા 

૭-મે

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – બિદડા કચ્છ

માંડવી કચ્છ :- અખીલ કચ્છ દિવ્યાંગ ફેડરેશન અને વિકલાંગ જીવન વિકાસ મંડળ નાની ખાખર દ્વારા સંસ્થાનાં મંત્રીશ્રી હોથુજી પી. જાડેજા જેમણે વર્ષો થી દિવ્યાંગો ની સેવા અર્થે કામ કરેલ છે. તેમને સાઈઠ વર્ષ પૂર્ણ થતાં હોઈ સષ્ટીપૂર્તિ ઉજવણી કાર્યક્રમ સંસ્થા નાં પ્રમુખ હરિભાઈ.એન.પટેલ ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ

આ પ્રસંગે પ.પૂ.સંત શ્રી અર્જુનનાથજી બાપુ આર્શીવચન આપ્યાં હતાં અને તેમના તરફથી રૂપિયા અગીયાર હજાર નુ દાન સંસ્થા ને આપવામાં આવેલ.આ કાર્યક્રમ ની શરૂઆત મહાનુભવોના હસ્તે દિપ પ્રાગટય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ. પ્રજ્ઞાચક્ષુ કેતનભાઈ સોલંકી દ્વારા પ્રાર્થના રજુ કરવામાં આવેલ. આ પ્રસંગનુ પરિચય અને સાબ્દિક સ્વાગત રતિલાલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ.આ પ્રસંગે મુખ્ય અતિથિશ્રીઓ તારકભાઈ લુહાર સેકેટરી એન.એ.બી. ગુજરાત રાજ્ય,પંકજભાઈ ડગલી ટ્રસ્ટી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સુરેન્દ્રનગર, કિર્તીકુમાર રાજગોર પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા રાજગોર સમાજ, શાંતીભાઈ દેઢિયા પ્રમુખશ્રી બિદડા પાંજરાપોળ, રતીલાલભાઈ કે.પોકાર સામાજીક અગ્રણી,નવચેતન અંધજન મંડળના મંત્રીશ્રી લાલજીભાઈ પ્રજાપતી,એન. એ.બી.કચ્છ જીલ્લા શાખાના મંત્રીશ્રી મનોજભાઈ જોષી, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી માંડવીનાં પ્રમુખશ્રી શાંતિલાલભાઈ ગણાત્રા, નવજીવન વિકલાંગ સેવાશ્રય ના મંત્રીશ્રી જીતેન્દ્રભાઈ જોષી, અંધ કલ્યાણ સમીતીનાં મંત્રી શ્રી રતીલાલભાઈ પટેલ,કચ્છ વિકાસ ટ્રસ્ટ રાયધણપરના પ્રતિનિધિ ભીમગરભાઈ ગૌસ્વામી,લાયન્સ ક્લબ કચ્છ સાઈટ ફસ્ટ ચેરીટેબલ ટ્રસ્ટ માધાપર ના ચેરમેન શ્રી ધર્મેન્દ્રસિહ જાડેજા,નવચેતન અંધજન મંડળ ભચાઉના મંત્રીશ્રી વનરાજસિહ જાડેજા, દિવ્યાંગ ફાઉન્ડેશન ગુજરાત ના પ્રમુખ શ્રીનાથ શાહ, ઉપપ્રમુખશ્રી જીજ્ઞેશભાઈ રજપૂત , દિવ્યાંગ ફાઉન્ડેશન કચ્છ જીલ્લા પ્રમુખશ્રી ખુશાલભાઈ ગાલા,વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં સન્માન પત્ર,મોમેન્ટો,કચ્છી પાઘ અને શાલ થી હોથુજી પી. જાડેજા નુ સન્માન કરવામાં આવેલ.

આ પ્રસંગે દાતાશ્રીઓના સહયોગથી પચીસ જેટલાં જરૂરીયાતમંદ દિવ્યાંગોને વિકલાંગ જીવન વિકાસ મંડળ સંસ્થા દ્વારા રાશનકીટ વિતરણ કરવામાં આવેલ તેમજ એક જરૂરીયાત મંદ દિવ્યાંગ ને ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવેલ.આ કાર્યક્રમના ભોજનદાતા નવલસિંહ પુંજાજી જાડેજા બરાયા રહેલ. આ પ્રસંગે દાતાશ્રીઓ દ્વારા દાનની સરવાણી વહેવડાવવામાં આવેલ. સંસ્થાનાં ટ્રસ્ટી છાયાબેન લાલન કોડાય ની પ્રેરણાથી સંસ્થામાં રહેતાં દિવ્યાંગ અંત્યવાશીઓ ને પીવાનું પાણી શુધ્ધ મળી રહે તે માટે પ્રેમિલાબેન લક્ષ્મીચંદ પાસુભાઈ ગડા ગામ કોડાય દ્વારા આરો પ્લાન્ટ માટેની માતબર રકમની જાહેરાત કરવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મંત્રીશ્રી આર.કે.પટેલ, અજીતસિંહ સમા,રાજેન્દ્રસિહ જાડેજા,માનસંગજી સોઢા, રામજીભાઈ ચાવડા, સૈલેશગીરી ગૌસ્વામી,વગેરે ટ્રસ્ટીઓએ જહેમત ઊઠાવેલ.આભાર વિધિ સંસ્થાનાં ઉપપ્રમુખશ્રી હીરાલાલભાઈ ઉકાણી દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન આશારીયાભાઈ ગઢવી મોટા ભાડીયા ના એ સંભાળીયુ હતું.

[wptube id="1252022"]
Back to top button