DAHOD

સંજેલીના ન્યુ પાર્થ ક્લાસીસ સંજેલી દ્વારા ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી 

તા.૦૭.૦૫.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

સંજેલીના ન્યુ પાર્થ ક્લાસીસ સંજેલી દ્વારા ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી

સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત ન્યુ પાર્થ ક્લાસ કાર્યરત છે જેમાં એકલવ્ય પરીક્ષા, નવોદય પરીક્ષા, સૈનિક સ્કૂલ પરીક્ષા, કોમન પ્રવેશ પરીક્ષા અને શિષ્યવૃત્તિ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે.જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ ક્લાસના સંચાલક  દિલીપકુમાર એચ. મકવાણાના અધ્યક્ષ સ્થાને ન્યુ પાર્થ ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરીને ગુજરાત સ્થાપના દિવસ વિવિધ માહિતી આપી ને ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. ચિત્ર સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને દિલીપકુમાર મકવાણાએ અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલી સંગાડા અશ્વિનભાઈ સી, રાજુભાઈ એસ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button