ઝાલોદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તલાટીની પરીક્ષામાં આવનાર લોકો માટે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે ફ્રી વાહન સેવા પૂરી પાડવામાં આવી

તા.૦૭.૦૫.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
ઝાલોદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તલાટીની પરીક્ષામાં આવનાર લોકો માટે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે ફ્રી વાહન સેવા પૂરી પાડવામાં આવી 
બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ સ્વેચ્છાએ પોતાના વાહન લઈ સેવા કાર્યમાં જોડાયા
તારીખ 07-05-2023 રવિવારના નાં રોજ તલાટીની પરીક્ષા આપવા માટે પરીક્ષાર્થીઓ મોટા પ્રમાણમાં આપવાં ઝાલોદ મુકામે આવનાર હતા તે જોતાં ઝાલોદ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બસ સ્ટેશન વિસ્તારમાં એસ.ટી ડેપો મેનેજરના અને પોલીસના સહયોગ થી પરીક્ષા પૂછતાછ કેન્દ્ર તેમજ સહાયતા કેન્દ્ર બસ સ્ટેશનમાં ખોલવામાં આવેલ હતું. સવારે 7 વાગ્યા થી 12 વાગ્યા સુધી આ સહાયતા કેન્દ્ર પરીક્ષાર્થી ઓની મદદ માટે ખોલવામાં આવેલ હતું.
ઝાલોદ એસ..ટી ડેપો દ્વારા પણ પરીક્ષાર્થીઓને તેમના માઇક પરથી પણ ફ્રી સહાયતા કેન્દ્રનો લાભ લેવા માટે માઇક પર સૂચના આપવામાં આવી રહી હતી. મોટા પ્રમાણમાં વિધાર્થીઓ પરીક્ષા કેન્દ્રની પુછતાછ માટે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના પૂછપરછ કેન્દ્રનો લાભ લઈ રહ્યા હતા. તેમજ મોટા પ્રમાણમાં આવેલ પરીક્ષાર્થીઓને તેમના પરીક્ષા કેન્દ્ર સુધી ટુ વ્હીલર અને ફોર વ્હીલર દ્વારા સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા પહોંચાડવામાં આવી રહ્યા હતા. તેમજ જેમને ચા-નાસ્તો કરવો હોય તેમના માટે ચા-નાસ્તા અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. એક અંદાજ મુજબ 800 થી 1000 લોકોએ વિશ્વ હિન્દુ પરિષદની આ સેવાનો લાભ લીધો હતો પરીક્ષાર્થીઓ ને તેમના કેન્દ્ર સુધી પહોંચાડનાર કાર્યકર્તાઓનો આભાર માનવાનું પણ પરીક્ષાર્થીઓ ચૂક્યા નહીં તેમજ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના આ સેવાકીય કાર્યને દરેક પરીક્ષાર્થીઓ એ ખૂશ થઈ બિરદાવ્યો હતો.








