AHAVADANG

ડાંગ:વઘઇમા કમોસમી માવઠાની સાથે વાવાઝોડુ ફુંકાતા વૃક્ષ ધરાશયી થઈ ઈકો ગાડી પર પડતા જંગી નુકસાન…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં ગુરુવારે સાર્વત્રિક કમોસમી વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં ગામડાઓમાં કમોસમી વરસાદની સાથે મીની વાવાઝોડુ ફૂંકાતા વઘઇ નાં આશાનગરમાં રહેતા દેવનારાયણ ડેરીનાં માલિક કેશરબેન નિર્ભયશંકર પ્રજાપતિની પાર્કિંગ કરેલ ઈકો ગાડી.ન.જી.જે.30.એ.0453 પર તોતિંગ લીમડાનું ઝાડ ધરાશયી થઈને પડતા સ્થળ પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.જોકે અહી માત્ર ઈકો ગાડી પાર્કિંગ કરેલી હોય તેમા કોઈ વ્યક્તિ ન હોય જેથી મોટી દુર્ઘટના  ટળી હતી.વઘઇમાં વ્યાપારીનાં ઈકો ગાડી પર વૃક્ષ ધરાશયી થઈ પડતા ગાડીને જંગી નુકસાન થયુ હતુ.આ બનાવ સંદર્ભે વઘઇ ગ્રામ પંચાયતનાં ટી.સી.એમ દ્વારા સર્વે કરી વધુ તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.જ્યારે વઘઇ તાલુકાનાં પાંઢરમાળ ગામે વાવાઝોડાનાં કહેરે અમુક ઘરોનો પતરા ઉડાડી દઈ જમીનદોસ્ત કરી દેતા નુકસાનની અહેવાલો સાંપડી રહ્યા છે.

[wptube id="1252022"]
Back to top button