DAHOD

દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજ – ડી. ઇ.આઇ.સી. સેન્ટર ખાતે નવીન ફિઝિયોથેરાપી રૂમનો પ્રારંભ કરાવતા કલેકટર ડો. હર્ષિત ગોસાવી

તા.૦૧.૦૫.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજ – ડી. ઇ.આઇ.સી. સેન્ટર ખાતે નવીન ફિઝિયોથેરાપી રૂમનો પ્રારંભ કરાવતા કલેકટર ડો. હર્ષિત ગોસાવી

ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે આજ રોજ કાર્યરત ડી. ઇ.આઇ.સી. સેન્ટર ખાતે નવીન ફિઝિયોથેરાપી રૂમનું કલેકટર ડો. હર્ષિત ગોસાવી દાહોદનાં હસ્તે કરાયો છે

આ પ્રસંગે જિલ્લા તબીબી અધિકારી, જિલ્લા આર.સી.એચ. અધિકારી, ચીફ ઓપરેટિંગ ઓફિસર ઝાયડસ હોસ્પિટલ તેમજ અન્ય હોસ્પિટલ સ્ટાફ હાજર રહતા હતા. નવીન ફીઝિયોથેરાપી રૂમમાં આવેલા નવીન સાધનો દ્વારા બાળકોની સેન્સરી તેમજ ફિઝિકલ રિસ્પોન્સ વધુ સક્ષમ બનાવી શકાશે. જન્મથી કોઈ બાળકોને રહેલ ખોડખાંપણ ને દુર કરવા દાહોદ જિલ્લામાં આ પ્રથમ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. વધુ માં ઝાયડસ હોસ્પિટલમાં કાર્યરત સિટી સ્કેન અને એમ.આર. આઇ. રૂમ ની મુલાકાત કરવામાં આવી હતી. તેમજ ઝાયડસ મેડિકલ કોલેજને લોકો માટે વધુ સુવિધાપૂર્ણ તેમજ કાર્યક્ષમ બની શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

[wptube id="1252022"]
Back to top button