

સાબરકાંઠા જિલ્લામાં રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવા કલેક્ટરશ્રીની અપીલ
**
જિલ્લા ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ ફોર ઇમ્યુનાઇજેશનની બેઠક યોજાઈ
**
સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી એન.એન દવેની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ ફોર ઇમ્યુનાઇજેશનની બેઠક કલેક્ટર કચેરી સભાખંડ ખાતે યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લામાં સગર્ભા, ધાત્રી માતાઓ અને બાળકોમાં યોગ્ય સમયે રસીકરણ થાય તે માટે ભાર મુક્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે કોરોના સામે રક્ષા કવચ તરીકે અભિયાન તરીકે રસીકરણની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં બીજા તબક્કામાં 100 ટકા લોકોને આવરી લેવાયા છે. જયારે હાલમાં ત્રીજા તબક્કાની રસીકરણની કામગીરીમાં વધુમાં વધુ લોકોને આવળી લેવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.
સાબરકાંઠા જિલ્લામાં માતાઓને આપવામાં આવતા બુસ્ટર ડોઝની 86.54 ટકાની કામગીરી કરવામાં આવી છે. જેમાં કુલ 28740 બુસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે.5 વર્ષની અંદરના બાળકોમાં કુલ 98.04 ટકાની રસીકરણની કામગીરી કરવામાં આવી છે.જિલ્લામાં ઓરી અછબળા રસીકરણમાં 28,070 બાળકોને આવળી લેવામાં આવ્યા છે.
જિલ્લામાં સંપૂર્ણ રસીકરણની વાત કરવામાં આવે તો હિંમતનગરમાં 5800, ઇડરમાં 3912, ખેડબ્રહ્મામાં 4373, પોશીનામાં 5259, પ્રાંતિજમાં 2505, તલોદમાં 2415, વડાલીમાં 1337 અને વિજયનગરમાં 2145 માં કામગીરી કરવામાં આવી છે.
જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા સંક્રમણનુ જોખમ હોય તેવા વિસ્તારોની ઓળખ કરી રસીકરણ થાય તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.જેને લઇ ક્વોલિટી સેમ્પલ કલેકશન કરવામાં આવે છે. જે માટે 66 પ્લાનિંગ યુનિટો કાર્યરત છે.
આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી રાજ સુતરીયા, આર. સી. એચ. ઓશ્રી એસ. એચ. દેઘરોટીયાં, તાલુકા હેલ્થ ઓફિસર તેમજ આરોગ્ય વિભાગના સબંધિત અધિકારો ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા



