
તા.૨૯.૦૪.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ જિલ્લાના તમામ બાગાયતી ખેતી કરતાં ખેડૂતો જોગ સંદેશ
બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓના લાભ મેળવવા આગામી તા.૩૧.૦૫.૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે
દાહોદ જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવ્યા અનુસાર વર્ષ:- ૨૦૨૩-૨૦૨૪ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે આગામી તા. ૩૧/૦૫/૨૦૨૩ સુધી આઇ-ખેડુત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) ખોલવામાં આવેલ છે. આઈ ખેડૂત ઉપર ઓનલાઇન અરજી કર્યા બાદ તેની પ્રીંટ કાઢી, અરજીમાં દર્શાવેલ સાધનિક કાગળો સાથે અરજી દિન −૦૭ માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, દાહોદ રૂમ નં. ૨૩૩-૨૩૫, બીજો માળ, જીલ્લા સેવા સદન, છાપરી રોડ, દાહોદ ખાતે ટપાલ અથવા રૂબરૂમાં પહોંચતી કરવાની રહેશે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ફોન નં. ૦૨૬૭૩ – ૨૩૯૨૫૧ ઉપર સંપર્ક કરવો