
તા.૨૯.૦૪.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
જીઇસી દાહોદ ખાતે એસ. એસ. આઈ. પી. 2.0 અંતર્ગત ચેક વિતરણ 
આજરોજ સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે વિદ્યાર્થી ટીમ ના લીડર વરુણ દેશમુખ અને તેમની ટીમના વિદ્યાર્થીઓને તેમના ઇનોવેટીવ આઈડિયા ને મૂર્તિમંત સ્વરૂપ આપવા એટલેકે પ્રૂફ ઓફ કોનસેપ્ટ વિકસાવવા માટે શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર ની યોજના “એસ. એસ. આઈ. પી. 2.0” અંતર્ગત રૂ. 42,000/- ની સહાય રાશિ નું સંસ્થાના આચાર્ય ડો. કે. બી. જુડાલ ના હસ્તે વિતરણ કરવામાં આવ્યુ. આ પ્રસંગે, યાંત્રિક ઇજનેરી વિભાગ ના વડા ડો. પી. બી ટેલર, એસ. એસ. આઈ. પી. કોઓર્ડીનેટર ડો. મહેશ ચુડાસમા, સંસ્થાના જી.આઈ.સી. ક્લબના કોઓર્ડીનેટર ડો. નીરવ ઉમરાવીયા , સંસ્થાના આઈ.આઈ.સી. ક્લબના પ્રેસિડેન્ટ ડો. ડી.બી. જાની તેમજ સંસ્થાના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકગણ ઉપસ્થિત રહ્યા હતા
[wptube id="1252022"]








