લીમડી ના લીટલ ફ્લાવર ઈગ્લીશ મીડિયમ સ્કૂલ ખાતે કે.જી ના બાળકોનું ગ્રેજ્યુએશન ડે નું આયોજન કરાયું

તા.૨૯.૦૪.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
લીમડી ના લીટલ ફ્લાવર ઈગ્લીશ મીડિયમ સ્કૂલ ખાતે કે.જી ના બાળકોનું ગ્રેજ્યુએશન ડે નું આયોજન કરાયું 
લિટલ માસ્ટર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ લીમડી તા – 27/04/2023 નાં રોજ કેજી 2 નાં બાળકોનું graduation day નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં શાળાના આચાર્યા મિત્તલ.એન.શર્માના માર્ગ દર્શન હેઠળ સિનિયર કેજી નાં ટીચર લતાબેન તેમનાં કેજી વિભાગના શિક્ષકમિત્રો સાથે મળીને કાર્ય કર્યું હતું . આજના પ્રસંગમાં બાળકો શાળામાં તેમનાં માતા પિતા સાથે આવ્યા હતાં. વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને ઈનામ આપી સન્માનિત કર્યા અને તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે સંબોધતા, શાળાના આચાર્યાએ સૂચના આપી હતી કે વિદ્યાર્થીઓના જુસ્સાને વધારવા અને તેઓને આગલા સ્તરમાં પ્રવેશવાની અનુભૂતિ કરાવવાના હેતુથી આ પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવૃત્તિઓ બાળકોમાં આત્મવિશ્વાસ કેળવે છે, તેમને જીવનમાં આગળ વધવામાં મદદ કરે છે અને સફળતાના શિખરોને સ્પર્શે છે








