સાબરકાંઠા જિલ્લામાં નારી કેન્દ્ર હિંમતનગર દ્વારા બિહારની મહિલાનું નવ માસ બાદ પોતાના પરીવાર સાથે મિલન કરાવ્યું છે.


બિહારની મહિલાને પરિવાર સાથે સુખદ મિલન કરાવતું હિંમતનગરનું નારી સંરક્ષણ કેન્દ્ર
*****************
સાબરકાંઠા જિલ્લામાં નારી કેન્દ્ર હિંમતનગર દ્વારા બિહારની મહિલાનું નવ માસ બાદ પોતાના પરીવાર સાથે મિલન કરાવ્યું છે.
આઠ માસ પહેલા ૫૦ વર્ષિય મહિલા લીલાબેન (નામ બદલેલ છે) પોતાના પરિવારમાં કોઇને પણ જાણ કર્યા વિના ઘરેથી નિકળી ગયેલ હતી. મહિલા હેલ્પલાઇન દ્વારા આ મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર સાબરકાંઠા ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. મહિલાને લાંબા ગાળાના આશ્રય માટે નારી સંરક્ષણ કેન્દ્ર હિંમતનગરમાં મોકલી આપવામાં આવી હતી.મહિલા સાથે કાઉંસેલિંગ કરતા મહિલા માનસિક બિમાર હોઇ ભુલા પડેલ છે તેમ જાણવા મળ્યું. વધુ વાતચીત કરતા તે બિહાર રાજ્યના ભાગપુર જિલ્લાના ગોકુલપુરની હોવાનું જાણવા મળ્યું.
નારી સંરક્ષણ કેન્દ્ર હિંમતનગરના મેનેજર દ્વારા અજાણી મહિલાનું કાઉંસેલિંગ કરી તેમના પુત્ર સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. આ મહિલાના તમામ ઓળખપત્રોની વિગત મેળવી મહિલા બિહાર રાજ્યના ભાગપુર જિલ્લાના ગોકુલપુરની હોવાની ખાત્રી કરવામાં આવી હતી.
મહિલાને ગુજરાતથી પોતાના વતનમાં લઈ જવા માટે પરિવારને જાણ કરવામાં આવી હતી.પરંતુ પરીવારજનો મહિલાને ગુજરાત લેવા આવી શકે તેમ સક્ષમ ન હતા.આથી જિલ્લા કલેક્ટરશ્રીની મંજુરી લઇ સાબરકાંઠા પોલીસ વિભાગના સહયોગથી પોલિસ બંદોબસ્ત સાથે મહિલાને પોતાના વતન બિહારમાં તેમના પરીવાર સાથે મિલન કરાવ્યુ હતું. તે સમયે નારી સંરક્ષણ કેન્દ્રનો સ્ટાફ તેમજ સાબરકાંઠા પોલિસ સ્ટાફ આ મિલનનો સાક્ષી બન્યો હતો. મહિલાનું પરીવાર સાથે મિલન થતા પરીવારજનો આનંદની લાગણી સાથે ભાવ વિભોર થયા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા



