
૨૪-એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
નખત્રાણા કચ્છ :- નખત્રાણા તાલુકાનાં કોટડા (જડોદર) સિંહ ટેકરી મધ્યે પૂ. ત્રિકમ સાહેબના મંદિર ની તપસ્વી ભૂમિ પર પૂ. મોરારી બાપુની વ્યાસપીઠે શનિવાર થી શરૂ થયેલ રામકથા ના ત્રીજા દિવસે ભરચક શ્રોતાજન ની ઉપસ્થિતિ માં રામનામ ના જય સાથે બાપુએ જણાવ્યું હતું કે પૂજ્ય ની સેવા અને પ્રિયનું સ્મરણ માત્ર થી ભય માંથી મુક્તિ મળે છે. કચ્છ એટલે ભજન, ભોજન અને ભક્તિની ભૂમિ છે.
પૂ. બાપુની ૯૧૬ મી અને કચ્છમાં ૩૩ મી કથા છે, કથામાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા નાં યજમાન પડે સર્વે ને આવકાર, રામકથા દરમિયાન સુચારું વ્યવસ્થા માટે રામકથા આયોજન સમિતિઓ, પશ્ચિમ કચ્છ ગુર્જર સમાજ સહભાગી છે, રામકથા દરમ્યાન ભોજન સેવાનો લાભ અનશન વૃત ધારી તારચંદભાઈ છેડા પરિવારે લીધો છે. રામકથા દરમ્યાન દરરોજ સાંજે – રાત્રે જાણીતા કલાકારો ની સંતવાણી તથા સાંસ્ક્રુતિક કાર્યક્રમો યોજાશે ૩૦ મી એપ્રિલ સુધી ચાલનારી આ કથામાં મોટી સંખ્યામાં શ્રોતા જનો ઉપસ્થિત રહેશે. રામ કથા નો આયોજન સમિતિના અધ્યક્ષ પદે વિરાણી મોટી રામ મંદિર નાં મહંત પૂ. શાંતિદાસજી મહારાજ રહેશે. સાધુ – સંતો, રાજકીય – સામાજિક મહાનુભાવો માટે કથા શ્રવણ માટે વ્યવસ્થા કરાઈ છે.

આજના તૃતીય દિવસે કથા પ્રસંગે ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા, શ્રીમતી માલતીબેન મહેશ્વરી, શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, તેમજ સર્વશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રામજીભાઇ ધેડા, નરેન્દ્રદાન ગઢવી, અખિલ કચ્છ સુમરા સમાજ પ્રમુખ હાજી અલાના ભુંગર, ઉપાધ્યક્ષ શ્રી ઓસમાણ હાજીખાન તથા સુમરા સમાજ અગ્રણીઓ, મુંદ્રા ન.પા. પ્રમુખશ્રી કિશોરસિંહ પરમાર, નરેન્દ્રસિંહ જાડેજા તથા કથા પ્રસંગે પધારેલ સર્વે મહાનુભાવોનું કથા નિમિત સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા નાં પરિવાર તથા કથા આયોજન સમિતિ તરફથી આવકારવા માં આવેલ.
તા. ૨૫/૪ ને મંગળવાર રાત્રે સૂર સમ્રાટ શ્રી ઓસમાણ મીર, મયુરભાઈ દવે નારાયણ ઠાકર, જય દેવ ગુંસાઈ, તેજદાન ભાઈ, પિયુષ મારાજ, અક્ષય જાની નાં સંતવાણી પીરશસે.







