
તા.૨૪.૦૪.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
કોર્ટ મેરેજ હોવા છતાંય દીકરીને સાસરીમાં જવા પર પ્રતિબંધ અભયમ દાહોદ ની મદદગારી
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા ના ગામ માંથી એક ત્રાહિત વ્યકિત એ 181 મહિલા હેલ્પલાઈન મા કોલ કરેલ કે યુવતી ના કોર્ટ મેરેજ થયેલ હોવા છતાં એમના માતા પિતા એ જબરજસ્તીથી બહેનને બીજા છોકરા સાથે સમાજના પંચ દ્વારા મોકલી આપેલ છે જ્યાં દીકરીને રહેવું નથી અને દીકરી આત્મહત્યા કરવા નું જણાવી રહ્યા છે જેમાં મદદરૂપ બનવા જણાવતાં
અભયમ રેસક્યું ટીમ દાહોદ સ્થલ પર પહોચી અસરકારક કાઉન્સિલગ દ્વારા પરિવાર ને દિકરી એ કોર્ટ દ્વારા કરેલ લગ્ન સ્વિકારવા સંમત કર્યા હતાં.
મળતી માહિતી મુજબ 26 વર્ષ ની યુવતી તેણે પસંદ કરેલા યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા જેની જાણ પરિવાર ને થતાં તેઓ એ તેનો સ્વિકાર ના કરી અન્ય જગ્યા એ યુવતી ની મરજી વિરુધ્ધ મોક્લી આપેલ
અભયમ દ્વારા પરિવાર ને માર્ગદર્શન આપેલ કે પુખ્ત વય ની કોઇપણ વ્યક્તિ પોતે જાતે નિર્ણય લેવા સ્વતંત્ર છે અને કોર્ટ દ્વારા થયેલ મેરેજ ને સ્વીકારવું પડે આમ અસરકારકતાથી સમજાવતા તેઓ દીકરી ને તેની સાસરી માં મોકલવા સંમત થયા હતાં. યુવતી ના કોર્ટ મેરેજ થયેલા તે યુવક અને પરિવાર ને બોલાવવામાં આવેલ તેઓ યુવતિને સ્વીકારવા માટે તૈયાર હોવાથી દીકરીને ગામના આગેવાનો અને પરિવારની હાજરીમાં યુવકને સોંપવામાં આવેલ છે








