IDARSABARKANTHA

સાબરકાંઠા જિલ્લામાં બડોલી ની હેલી પ્રજાપતિ વર્ષ 1901 થી 2100 સુધીના કેલેન્ડરને મોઢે કરી નાખ્યું

એક તરફ 21મી સદીમાં હરણફાળ ભરી રહેલા યુગ સાથે કદમ મિલાવવા આજની પેઢી યાદશક્તિ વધારવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે સાબરકાંઠાના ઈડરના બડોલી ગામની વિદ્યાર્થીનીએ સતત મહાવરા ના પગલે 200 વર્ષનું કેલેન્ડર મોઢે કરી નાખ્યું છે જેમાં 1901 થી 2100 સુધીના કોઈપણ માસ ના કોઈપણ તારીખે કયો વાર આવે છે તે માત્ર 20 સેકન્ડમાં કહી બતાવે છે જેના પગલે ગ્રામ્ય કક્ષાથી લઈ જિલ્લા કક્ષા સુધી તેની વિશેષ પ્રસિદ્ધિ પહોંચી છે

સાબરકાંઠાના ઈડરના બડોલી ગામની હેલી પ્રજાપતિ નામની વિદ્યાર્થીની આજની તારીખે યાદ શક્તિ માટે સાબરકાંઠા જિલ્લામાં મહત્વના નામ બની રહ્યું છે. હેલી પ્રજાપતિ હાલના તબક્કે વર્ષ 1901 થી 2100 સુધીના કેલેન્ડરને મોઢે કરી નાખ્યું છે જેમાં 200 વર્ષ પૈકી કોઈપણ તારીખે કયો વાર આવે છે તે ગણતરીની સેકન્ડમાં કહી બતાવે છે સાથોસાથ કયા વારે કઈ તારીખ છે તે પણ ગણતરીની સેકન્ડોમાં જણાવે છે. 200 વર્ષનું કેલેન્ડર મોઢે કર્યા બાદ 20 સેકન્ડ માં જ તે કોઈપણ સવાલનો જવાબ આપે છે જોકે આ અંગે હેલી પ્રજાપતિએ જણાવ્યું હતું કે સતત મહાવરાના પગલે આજે વિશેષ સિદ્ધિ હાંસલ કરી શકે છે. જેમાં તેના માતા પિતા નો પણ વિશેષ રોલ રહેલો છે. આ અંગે ગુજરાત સરકારના મુખ્યમંત્રીથી લઇ શિક્ષણ વિદો સુધી તેની પ્રસિદ્ધિ પહોંચી ચૂકી છે તેમજ આગામી સમયમાં સમાજના અન્ય બાળકો સહિત ગુજરાતના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી યાદ રાખવાની આ ટેકનિક પહોંચાડવાની તેની અપેક્ષા છે. જોકે હાલમાં જ દર વર્ષે બાળકોની યાદશક્તિ વધે તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે.

 

કોઈપણ સંતાનના વિકાસ પાછળ તેના પરિવારનો પાયા રૂપ રોલ હોય છે ત્યારે હેલી પ્રજાપતિ માટે તેના પિતા સતત કાળજી લઈ રહ્યા છે. જન્મથી જ યાદશક્તિ રાખવા મામલે હેલી પ્રજાપતિ અન્ય વિદ્યાર્થીનીઓથી વિશેષ હોવાની સાથોસાથ ગાણિતિક બાબતોમાં વધારે પડતો રસ હોવાના પગલે તેના પિતાએ શરૂઆતથી જ તેની વિશેષ કાળજી રાખી હતી. જોકે હેલી પ્રજાપતિ બાળપણથી જ કંઈક નવું કરવાની સતત ઘેલછાના પગલે આજે સરળતાથી એક સાથે 200 વર્ષનું કેલેન્ડર મોઢે છે અને માત્ર 20 સેકન્ડમાં કરતા ઓછા સમય માં જવાબ આપે છે. ત્યારે હાલમાં તેના પિતા તેમજ માતા સતત તેના પડખે રહી ને હેલી પ્રજાપતિની યાદશક્તિની આગવી ઓળખને મજબૂત બનાવી રહ્યા છે. સાથોસાથ દર વર્ષે સમાજના અન્ય બાળકો માટે હેલી પ્રજાપતિને સંપૂર્ણ સહયોગ આપી તેની વિશેષ પ્રતિભા બહાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દીકરીની યાદશક્તિ અને સન્માનની બાબતમાં રાજ્ય તેમજ દેશ કક્ષાએ તેની નોંધ લેવાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે. સાથોસાથ દિકરીની વિશિષ્ટ સિદ્ધિ બદલ અહોભાવ પણ વ્યક્ત કરી રહ્યા છે.

જોકે સમાજમાં એક તરફ યાદ શક્તિ વધારવા માટે વિવિધ ખોરાક સહિત યોગ આસન અને અન્ય ટેકનીકોનો ઉપયોગ કરાય છે ત્યારે હેલી પ્રજાપતિએ સતત મહાવરા ના પગલે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે ત્યારે આ મામલે રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકાર પણ આવા તેજસ્વી વિદ્યાર્થીઓ મામલે ચોક્કસ વિશેષ પ્રયાસ હાથ ધરાય તો શિક્ષણ જગત સહિત ગાણિતિક બાબતોમાં નવીન યશ કલગીઓ ઉમેરાય તો નવાઈ નહીં.

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button