
21-એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ
ભુજ કચ્છ :- બી.આર.સી. ભવન અંજાર ખાતે સમાજ સુરક્ષા કચેરી ભુજ દ્વારા એમ.આર. કીટ વિતરણ તેમજ પેન્શન યોજના અને નિરામય વીમા યોજના અંગેની માહિતી અને માર્ગદર્શન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ.આ શુભ પ્રસંગે સમાજ સુરક્ષા અધિકારીશ્રી ચૌહાણ સાહેબશ્રી, નવચેતન અંધજન મંડળના ચીફ કો-ઓર્ડીનેટરશ્રી દીપક પ્રસાદ ઉપસ્થિત રહ્યા હતા અને દિવ્યાંગ બાળકો અને વાલીઓને મળતા વિવિધ લાભો અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ હતી .આ પ્રસંગે દાતાશ્રી શ્રીમતી દક્ષાબેન પ્રકાશભાઈ ડાંગર કોટડા(ચાંદરાણી )તરફથી દરેક દિવ્યાંગ બાળકોને સ્ટીલના ડબ્બા આપવામાં આવેલ તેમજ તમામની ભોજનની વ્યવસ્થા શ્રી સચ્ચિદાનંદ મંદિરના મહંતશ્રી ત્રિકમદાસજી મહારાજ તરફથી કરવામાં આવેલ.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બી.આર.સી. કો-ઓર્ડિનેટરશ્રી મયુરભાઈ પટેલ તેમજ સી.આર.સી.કો.ઓ.શ્રી આઈ.ઈ.ડી. અને આઈ.ઈ.ડી.એસ.ના સ્પેશિયલ શિક્ષકો તેમજ બ્લોક સ્ટાફે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ. આભારવિધિ સી.આર.સી કો-ઓર્ડીનેટર અંજાર 11 શ્રી પિયુષભાઈ ડાંગર દ્વારા કરવામાં આવેલ.તેવું મહેશભાઈ દેેસાઈની યાદીમાં જણાવેલ હતું.








