
૨૧-એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ
માંડવી કચ્છ :- પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથાલીયા,બોર્ડર રેન્જ,ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભસિંઘ. પશ્ચિમ કચ્છ-ભુજ નાઓએ પોલીસ સ્ટેશન ખાતે કબ્જે કરવામાં આવેલ ઇગ્લીશ દારૂનો નાશ/નિકાલ કરવા માટે સુચના કરેલ હોય જેથી રવિરાજસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક, ભુજ વિભાગ ભુજ નાઓએ માંડવી તાલુકાના પોલીસ સ્ટેશન જેમાં માંડવી,માંડવી મરીન, કોડાય અને ગઢશીશા પોલીસ સ્ટેશનનાઓએ કબ્જે કરેલ ઇગ્લીશ દારૂનો નાશ કરવા માટે નામદાર માંડવી કોર્ટમાંથી હુકમો મેળવવા માટે સુચના કરેલ હોય જે અનુસંધાને પીઆઇ એ.જે.ચૌહાણ,માંડવી પોલીસ સ્ટેશન તથા.ઈ.પીઆઈ આર.એસ.સોલંકી,માંડવી મરીન પોલીસ સ્ટેશન તથા.પીઆઈ. કે.એસ.ચૌધરી,કોડાય પોલીસ સ્ટેશન તથા ડી.એન.વસાવા,પીઆઈ ગઢશીશા પોલીસ સ્ટેશન નાઓએ પોતાના વિસ્તારમાં પકડાયેલ ગેરકાયદેસર ઇગ્લીંશ દારૂ કબ્જે રાખેલ છે તેના નામદાર કોર્ટમાંથી હુકમો મેળવેલ અને તા.૨૦/૦૪/૨૦૨૩ ના રોજ પ્રાંત અધિકારી,મુંદરા-કચ્છ નાઓની રાહબરી હેઠળ ઉપરોકત ચારેય પોલીસ સ્ટેશનનો દ્રારા કબ્જે કરવામાં આવેલ કી.રૂા.૫૬,૦૭,૦૧૫/- નો ઇગ્લીશ દારૂનો એરસ્ટ્રીપની સામે,ખુલ્લા મેદાનમાં,કાઠડા તા.માંડવી-કચ્છ ખાતે નાશ કરવામાં આવેલ.ઉપરોકત કામગીરીમાં પ્રાંત અધિકારી,મુંદરા કચ્છ તથા રવિરાજસિંહ જાડેજા નાયબ પોલીસ અધિક્ષક,ભુજ વિભાગ ભુજ તથા નશાબંધી અને આબકારી ખાતાના ઇ. પોલીસ ઇન્સપેકટર તથા એ.જે.ચૌહાણ,પોલીસ ઇન્સપેકટર,માંડવી પોલીસ સ્ટેશન તથા આર.એસ.સોલંકી, ઇ.પોલીસ ઇન્સપેકટર, માંડવી મરીન પોલીસ સ્ટેશન તથા ડી.એન.વસાવા, પોલીસ ઇન્સપેકટર, ગઢશીશા પોલીસ સ્ટેશન તથા તમામ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ જોડાયેલ હતા.








