IDARSABARKANTHA

ઈડર ઘાટી રોડ પર આવેલ વાવના કૂવામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો

સાબરકાંઠા…

ઈડર ઘાટી રોડ પર આવેલ વાવના કૂવામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો…

ઈડર શહેર માંથી ગંભીરપુરા તરફ઼ જતાં ગાંટી રોડ પર આવેલ વાવના કુવામા અજાણ્યા યુવાને પડતું મૂક્યા નાં સમાચાર મળતા લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. કોઈક કારણોસર યુવાનને વાવના કૂવામાં પડતું મૂક્યા હોવાના સમાચાર મળતા સ્થાનીકોએ તાત્કાલીક ઈડર ફાયર બ્રિગેડ તેમજ ઈડર પોલીસ ને જાણ કરી હતી. જેણે લઇ ઈડર ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ધટના સ્થળે પહોંચી યુવાનને સોધવાની તજવીજ હાથધરી હતી. ત્યારે ઈડર ફાયર બ્રિગેડ જવાનોએ ભારે મહેનત ઉઠાવ્યા બાદ યુવાનને મૂર્ત હાલતમાં બહાર કાઢ્યો હતો. તેમજ ધટના સ્થળે પહોચેલી પોલીસે યુવક ક્યાનો અને કોણ તેને તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે. જૉકે યુવાનનાં મોતનું કારણ હજું અકબંધ જોવા મળી રહ્યુ છે. ત્યારે યુવાનનાં મૃતદેહ ને પી.એમ અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની વધું તપાસ હાથધરી છે…

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button