BHUJKUTCH

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા ટીમ દ્વારા નવનિયુક્ત કચ્છ કલેકટરશ્રી અમિતભાઇ અરોરાસાહેબ (I.A.S)ની શુભેચ્છા મુલાકાત અને અભિવાદન કરવામાં આવ્યું

19-એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ

ભુજ કચ્છ :- જિલ્લાના શિક્ષકો અને સંગઠન વતી નવ નિયુક્ત સમાહતાઁ ને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.ભારતમાતાની છબી, સાલ અને સ્વાધીનતા સંગ્રામના 75 શૂરવીરો પુસ્તક દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.આ તકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ રામસંગજી જાડેજા, મહામંત્રી રમેશભાઈ ગાગલ, ભુજ તાલુકા અધ્યક્ષ શામજીભાઈ કેરાશિયા, અબડાસા તાલુકા અધ્યક્ષ લખધીરસિંહ જાડેજા, સરકારી માધ્યમિક અધ્યક્ષ નયનભાઈ વાંઝા અને ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની સહિતના હોદ્દેદારો જોડાયા હતા તેવું જિલ્લા ગ્રાન્ટેડ પ્રચાર પ્રમુખ કિશનભાઇ પટેલની યાદીમાં જણાવાયું હતું.

[wptube id="1252022"]
Back to top button