
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
આદિવાસી સમાજની દીકરીએ ડાંગના પી.એચ.ડી.ની પદવી મેળવી સમાજનું ગૌરવ વધાર્યું
નવસારી જિલ્લાના ખેરગામની વતની ધર્મિષ્ઠાબેન ભરતભાઇ પટેલે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની વિનયન વિદ્યાશાખાના એજ્યુકેશન વિષયમાં A STUDY OF SELF REGULATION AND MOTIVATION OF STUDENTS OF HIGHER SECONDERY SCHOOL OF DANG DISTRICT શિર્ષક હેઠળ પ્રસ્તુત કરેલા મહાશોધ નિબંધને સ્વીકારી, પી.એચ.ડી. ની પદવી એનાયત કરવામા આવી છે.
ધર્મિષ્ઠા પટેલે એમનો મહાશોધ નિબંધ મોડાસા તાલુકાના બી.ડી.શાહ કોલેજ ઓફ એજ્યુકેશનના આસીસ્ટન્ટ પ્રોફેસર ડો. ચંદ્રેશ એચ. રાઠોડના માર્ગદર્શન તથા પૂર્વ માર્ગદર્શક સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક ઓફ એજ્યુકેશન કોલેજ, મહેસાણાના આસીસ્ટન્ટ પ્રોફેસર ડો. પ્રશાંત બી. પરિહારના માર્ગદર્શનમાં તૈયાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ધર્મિષ્ઠા પટેલના પાંચ જેટલા પુસ્તકો અને પાંચ જેટલા સંશોધન પેપરો પ્રકાશિત થઇ ચૂકયા છે. આ તબક્કે મિત્ર મંડળનો પણ અમૂલ્ય ફાળો રહયો છે.








