AHAVADANG

ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં ગામડાઓમાં કમોસમી માવઠું પડતા વાતાવરણમાં શીત લહેર વ્યાપી..

<span;>વાત્સલ્યમ સમાચાર
<span;>મદન વૈષ્ણવ ડાંગ

<span;>ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં ગામડાઓમાં વાતાવરણનાં પલટા બાદ કમોસમી માવઠું પડતા ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી…

<span;>રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ઋતુચક્રનાં મૌસમે મિજાજ બગાડતા અહી ત્રિવેણી સંગમ રચાયુ છે.મંગળવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા અને વઘઇ પંથકમાં દિવસ દરમ્યાન અસહ્ય તડકો પડ્યો હતો.સાપુતારા,આહવા અને વઘઇ પંથકમાં અસહ્ય ગરમીનાં ઉકળાટનાં પગલે જનજીવન ત્રસ્ત બન્યુ હતુ.તો બીજી તરફ ભરઉનાળામાં સુબિર તાલુકાનાં ગામડાઓમાં આજરોજ અચાનક વાતાવરણનાં પલટા બાદ છૂટોછવાયો કમોસમી વરસાદ તૂટી પડતા સર્વત્ર પંથકોમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી.ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં ગામડાઓમાં કમોસમી માવઠાનાં પગલે ડાંગી ખેડૂતોનાં ફળફળાદી,કઠોળ સહિત શાકભાજી જેવા પાકોને જંગી નુકસાન થયુ હતુ.જ્યારે ગિરિમથક સાપુતારા, આહવા અને વઘઇ પંથકનાં ગામડાઓમાં મોડી સાંજ સુધી ગરમીનાં ઉકળાટની સાથે અસહ્ય બફારો જોવા મળ્યો હતો.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ક્યાંક અસહ્ય તડકો તો ક્યાંક વરસાદી માહોલની સાથે ઠંડકતા પ્રસરી જતા ઋતુચક્રનો ત્રિવેણી સંગમ રચાયો હોવાનાં દ્રશ્યો પ્રતીત થયા હતા..

[wptube id="1252022"]
Back to top button