સાબરકાંઠા જીલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
********
ફોજદારી, ચેક રિટર્ન, બેંક લેણાં સહિતના ૧૧ પ્રકારના કેસો મૂકી શકાશે.*
*************
સાબરકાંઠા જીલ્લામાં તા.૧૩ મી મે ૨૦૨૩ ના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું છે. આ લોક અદાલતમાં ફોજદારી, ચેક રીટર્ન, બેંક લેણાં, મોટર અકસ્માત, લગ્ન વિષયક, મજુર કાયદાના કેસો, જમીન સંપાદનના કેસો, વીજ બીલ, પાણી બીલ, પાણી ચોરી, રેવન્યુ, દીવાની કેસો સહિતના કેસો મૂકી શકાશે. સાબરકાંઠા જીલ્લા માં વિવિધ વિવિધ જગ્યાએ લાગેલા સીસીટીવી કેમેરામાં ટ્રાફિકના નિયમોના ભંગ કરનાર અનેક લોકો દંડ ભરતા નથી. ત્યારે આવા કેસો પણ લોક અદાલતમાં મુકવામાં આવનાર છે. લોક અદાલતમાં કેસોનો નિકાલ થવાથી કોઈની જીત થતી નથી કે કોઈની હાર થતી નથી.
સમગ્ર રાજ્યમાં કેસોનું ભારણ ઘટે અને નાગરિકોને સમયસર ન્યાય મળે તે માટે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું સમયાંતરે આયોજન કરાય છે ત્યારે તા.૧૩/૦૫/૨૦૨૩ નારોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાનાર છે. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ શ્રી પી.જી.વ્યાસ તથા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના ફુલ ટાઇમ સેક્રેટરી શ્રી પી.કે.ગઢવી ના જણાવ્યા મુજબ સાબરકાંઠા જીલ્લામાં અને જીલ્લાના તમામ તાલુકા મથકોએ તા.૧૩/૦૫/૨૦૨૩ નારોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.
લોક અદાલતમાં કેસોનો નિકાલ તે બંને પક્ષકારોને લાભકર્તા છે. બંને પક્ષના સમાધાનથી કેસોનો નિકાલ થાય છે, કોઈની હાર નહિ અને કોઈનો પરાજય નહિ તેવી સ્થિતિ ઉદભવે છે. બંને પક્ષકારો વચ્ચે કોઈ વૈમનસ્ય રહેતું નથી અને સુમેરભર્યા સંબધો સચવાઈ રહે છે. આથી વધુમાં વધુ પક્ષકારોએ પોતાના કેસો લોક અદાલતમાં મૂકી તેનો મહતમ લાભ લેવા સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ હિંમતનગર સાબરકાંઠાની એક અખબારી યાદીમાં નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે.
જયંતિ પરમાર સાબરકાંઠા



