ગુજરાતમાં વાયુ પ્રદૂષણની સમસ્યાએ ગંભીર પરિસ્થિતિ સર્જી, જાણો રાજ્યનું કયું શહેર પ્રથમ નંબરે આવ્યું ?

ગુજરાતમાં વાયુ પ્રદૂષણની સમસ્યાએ ગંભીર પરિસ્થિતિ સર્જી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રદૂષણ ઓછું કરવા લાખો કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે પણ પરિસ્થિતિમાં કોઇ સુધારો આવ્યો નથી. કેન્દ્રિય વન વિભાગે દેશના પ્રદૂષિત શહેરોની યાદી જાહેર કરી છે જેમાં ગુજરાત રાજ્યનું અમદાવાદ શહેર પ્રથમ નંબરે આવ્યું છે.
શહેરમાં ઇલેક્ટ્રીક વાહન શરૂ થયા છતાં પેટ્રોલ-ડિઝલના ધૂમાડા ઓછા થયા નથી. સાથે સાથે કારખાના અને ફેકટરીઓના ધુમાડા પણ હવાને વધારે પ્રદૂષિત કરે છે. ગુજરાતમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ નબળી કક્ષાનું રહ્યું છે. અમદાવાદ શહેરમાં વટવા વિસ્તાર ટોપ મોસ્ટ રહ્યું છે.
ઇલેક્ટ્રીક વાહનોની એન્ટ્રી થયા બાદ પણ પેટ્રોલ-ડિઝલના વાહનો હજુય ધુમાડા ઓકી રહ્યા છે. કારખાના અને ફેક્ટરીઓના ધુમાડા પણ હવાને વધુને વધુ ઝહેરીલી બનાવી રહ્યા છે. ગુજરાતમાં એર કવોલિટી ઇન્ડેક્સ નબળી કક્ષાનુ રહ્યું છે. વાહનો અને ઉદ્યોગોના ઝેરી ધુમાડાને કારણે વાયુ પ્રદુષણ વકરી રહ્યું છે.
હવામાં પાર્ટીક્યુલેટ મેટર એટલે શકાય છે. પીએમ-૧૦ની માત્રા વધતી જાય છે. કેન્દ્રીય વન પર્યાવરણ વિભાગે લોકસભામાં રજૂ કરેલાં દેશના પ્રદુષિત શહેરોની યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતમાં અમદાવાદ શહેર મોખરે છે. તેમાં વટવા વિસ્તાર તો ટોપ મોસ્ટ રહ્યું છે. વટવામાં પીએમ-૧૦ની વાર્ષિક સરેરાશ માત્રા ૧૬૦ સુધીની રહી છે. જયારે અમદાવાદ શહે૨માં પીએમ-૧૦ની માત્રા ૧૨૧ નોંધાઇ છે.
હવામાં ઝેરી રજકણોની માત્રા વધતાં દમ, અસ્થમાના દર્દીઓ માટે મુશ્કેલી ઉભી થાય છે. આ તરફ, અમદાવાદમાં વાયુ પ્રદુષણની માત્રા જાણવા માટે મોનિટરીંગ સિસ્ટમ ઉભી કરાઇ છે. એટલું જ નહીં, અમુક ઠેકાણે સ્ક્રીન પણ મૂકાઈ છે જેના માધ્યમથી જે તે વિસ્તારમાં વાયુ પ્રદુષણની સ્થિતી જોઇ કેન્દ્ર અને રાજ્ય સરકારે વાયુ પ્રદુષણ ઘટાડવા માટે કરોડોનો ખર્ચ કર્યો છે પણ હજુ સ્થિતીમાં સુધારો થયો નથી.
રાજ્યમાં અંકલેશ્વરમાં ૧૨૦, રાજકોટમાં ૧૧૮, જામનગરમાં ૧૧૬, વાપીમાં ૧૧૪, વડોદરામાં ૧૧૧, સુરતમાં ૧૦૦પીએમ-૧૦ની વાર્ષિક માત્રા નોંધાઇ છે. જોકે, રાજ્યના મુખ્ય શહેરોમાં પાટનગર ગાંધીનગરમાં વાયુ પ્રદુષણ ઘણું ઓછું છે. અહીં પીએમ-૧૦ની માત્રા ૭૮ નોઁધાઈ છે.










