SABARKANTHAVADALI

મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ અંતર્ગત શિષ્યવૃતિ મેળવી દિયા પોતાનુ નર્સ બનવાનું સ્વપ્ન પૂર્ણ કરશે.

મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ અંતર્ગત શિષ્યવૃતિ મેળવી દિયા પોતાનુ નર્સ બનવાનું સ્વપ્ન પૂર્ણ કરશે.

**********

છેવાડાના અંતરિયાળ વિસ્તાર ની દીકરી સુધી શિક્ષણ નો ઉજાસ પથરાઈ રહ્યો છે જેના માટે વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીનો આભાર

-દિયા પ્રિયદર્શી

*********

સાબરકાંઠા જિલ્લાના વડાલીની પ્રિયદર્શી દિયા ડાયાભાઈ મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત મેડિકલ શિક્ષણ માટે સહાય મેળવી હિંમતનગરની રિદ્ધિ સ્કૂલ ઓફ નર્સિંગ ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે.

દિયા જણાવે છે કે, શિક્ષણ પર દરેક વિધાર્થીઓ નો અધિકાર છે. પરંતુ ઘણી વખત આર્થિક પરિસ્થિતિના કારણે અમારા જેવા વિદ્યાર્થીઓ શિક્ષણ અધૂરું છોડી દે અથવા તો પોતાની પસંદ કાર્યક્ષેત્રનો અભ્યાસ કરી શકતા નથી. મારા પિતા સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવે છે અને ખેતી કરી ગુજરાત ચલાવે છે. અમે બે ભાઇ બહેન છીએ. દિયા અને તેના ભાઈને સારું શિક્ષણ આપવા પિતા પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાના લીધે જો મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત મને શિષ્યવૃત્તિ મળતી ના હોય તો પોતે આ અભ્યાસ કરવા માટે આર્થિક રીતે અસમર્થ છે.

સરકાર દ્વારા મને કોલેજની ફી રૂ. ૬૫,૦૦૦ તેમજ હોસ્ટેલ ફી અને ફૂડ બીલ તમામ માટે શિષ્યવૃત્તિ મળી રહી છે. જેના કારણે પિતાને આર્થિક બોજો સહન કરવો પડતો નથી અને પોતાનું નર્સ બનીને લોકોની સેવા કરવાનું સ્વપ્ન પણ પૂરું થઈ રહ્યું છે. વધુમાં તે જણાવે છે કે સરકાર દ્વારા આપવામાં આવતી આ સહાય થકી અનેક દીકરીઓના સ્વપ્ન સફળ થશે તેમજ વડાપ્રધાન શ્રી ના કન્યા કેળવણીનું સ્વપ્ન તેમજ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા નું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.

આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જે કન્યા કેળવણીની નેમ લીધી હતી આજે ખરેખર સાકાર થઈ રહી છે. છેવાડાના અંતરિયાળ વિસ્તાર ની દીકરી સુધી શિક્ષણ નો ઉજાસ પથરાઈ રહ્યો છે. જેના માટે તે અને તેનો સમગ્ર પરિવાર વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીના આભારી છે ભવિષ્યમાં દર્દીઓની સેવા કરીને પોતાનું ઋણ ચૂકવવા પ્રયાસ કરવા કટિબદ્ધ હોવાનું દિયા જણાવી રહ્યા છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button