રોજમદાર નાં વારસ પત્નીને ૨૫ વર્ષથી બાકી નીકળતુ ફેમિલી પેન્શન અને પેન્શન તફાવત ચુકવી આપવા આદેશ

તારીખ ૧૫ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત સરકારના તાબા હેઠળ ચાલતી મકાન અને માર્ગ વિભાગ પંચમહાલ ની શહેરા ખાતે આવેલ કચેરીમાં વર્ષ ૧૯૭૭ થી રોજમદાર તરીકે ફરજ બજાવતા રતિલાલ બળવંતસિંહ બારીયા કે જેઓને તેમની નોકરીનાઅરસા દરમિયાન તેઓને સરકારના તારીખ ૧૭/૧૦/૮૮ ના પરિપત્ર મુજબના લાભો આપવામાં આવતા હતા પરંતુ તેમની ૨૧ વર્ષની લાંબા સમય નોકરી બાદ નિવૃત્તિ પહેલા તેઓનું તારીખ ૩૦/૬/૯૮ ના રોજ ચાલુ ફરજ દરમિયાન એકાએક અવસાન થયેલ તેમના અવસાન બાદ ગુજરનારના વારસ પત્ની લીલાબેન બારીયાએ સરકાર સમક્ષ વારંવાર ફેમિલી પેન્શન ચૂકવી આપવા બાબત રજૂઆતો કરેલ પરંતુ સરકાર શ્રી તરફથી તેમની રજૂઆતો અંગે કોઈ ધ્યાન દોરવામાં આવેલ ન હતુ જેને લઇ ગુજરાતના વારસ પત્ની લીલાબેન બારીયા એ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશન ના પ્રમુખ એ એસ ભોઈ નો સંપર્ક કરી તેઓને થયેલ અન્યાય બાબતે રજૂઆત કરેલ તેમની રજૂઆતો ધ્યાને ફેડરેશન દ્વારા ગુજરનારના નોકરી સમય દરમિયાન ના તમામ દસ્તાવેજો સહિત નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ફેડરેશનના એડવોકેટ દિપક આર દવે દ્વારા એસ સી એ અરજી નંબર ૧૫૬૦૧/૨૦ દાખલ કરે એ અરજીમાં ગુજરનારના અવસાન ની તારીખ થી તેમના વારસપત્તિને ફેમિલી પેન્શન તથા મળવાપાત્ર ગ્રેજ્યુટી રજાઓ અને અન્ય ભથ્થા ચુકવી આપવા અંગેની દાદ માંગેલ જે અરજી ચાલી જતા નામદાર ગુજરાત હાઇકોર્ટના માનનીય ન્યાયમૂર્તિ બીરેન વૈષ્ણવ સાહેબે અરજદારે માગેલ દાદ મંજુર કરતો આદેશ તારીખ ૨૭/૧/૨૨ના રોજ કરેલ પરંતુ તે આદેશથી નારાજ થઈ સરકારશ્રીએ નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એલ પી એ નંબર ૩૦૬/૨૨/22 દાખલ કરે જે અરજી ચાલી જતા નામદાર ગુજરાત હાઇકોર્ટના માનનીય ન્યાયમૂર્તિ એન વી તનેજા સાહેબ તથા નીરલ આર મહેતા સાહેબની બનેલ પેનલ દ્વારા તારીખ ૧૬/૧/૨૩ ના રોજ અગાઉ એસ સી એ અરજી નંબર ૧૫૬૦૧/૨૨ માં થયેલો હુકમ યથાવત જાહેર કરી સરકારશ્રીની એલ પી એ અરજી રદ જાહેર કરી ગુજરનારના વારસ પત્ની લીલાબેન બારીયા ને તેમના પતિ ની અવસાન તારીખ પછી તેઓને પૂરેપૂરું ફેમિલી પેન્શ પેન્શન તફાવત ગ્રેજ્યુટી બાકી નીકળતી રજાઓ તેમજ મળવા પાત્ર તમામ ભથ્થાઓ ચૂકવી આપવાનો આખરી આદેશ કરતા ગુજરનારના પરિવાર ને ૨૫ વર્ષ પછી ફેમિલી પેન્શન નો લાભ મળતા ગુજરનારનું પરિવાર હર્ષના આંસુ સારી આનંદવિભોર બન્યા હતા.