KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકામા સ્વાગત સપ્તાહ ની ઊજવણી.

તારીખ ૧૪ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

મુખ્યમંત્રી જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત ઓનલાઇન ફરીયાદ નિવારણ (સ્વાગત) કાર્યક્ર્મ ની શરૂઆત ૨૪/૦૪/૨૦૦૩ થી થયેલ હતી જેના ૨૦ વર્ષ પુરા થવાની તૈયારી છે ત્યારે એપ્રીલ માસના ચોથા સપ્તાહ ને સ્વાગત સપ્તાહ તરીકે ઉજવવા નું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે સરકારના લોકાભિમુખ વહીવટ ની બાબતો થી નાગરિકો અવગત થાય તે હેતુ થી સરકારે કાલોલ તાલુકા માં ૧૫ એપ્રીલ થી ૧૭ એપ્રીલ સુધી જીલ્લા પંચાયત ની પાંચ બેઠકો એરાલ,પીંગલી,બાકરોલ, વેજલપુર,કરોલી માં સમાવિષ્ટ ગામો માં સવારે ૧૧ થી બપોરે ૩ વાગ્યા સુધીમાં અરજીઓ સ્વીકારવાનો કાર્યક્ર્મ નો કેમ્પ રાખેલ છે આ કાર્યક્રમ દરમ્યાન સરપંચ, ગ્રામ પંચાયત સદસ્યો, તલાટી કમ મંત્રી, જીલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય વિસીઈ માટે તાલીમ નું આયોજન કરાયું છે.

[wptube id="1252022"]
Back to top button