DWARKAKHAMBHALIYA

છ માસની બાળકીને લઈને ભુલી પડેલી માતાને પરિવાર સાથે મિલન કરાવતી અભયમ ટીમ

મહિલાઓના સન્માન અને સુરક્ષા ક્ષેત્રે રાજ્ય સરકારની અનેક યોજનાઓ અમલીકૃત છે જેમાં ખાસ કરીને મહિલાઓ માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇન શરૂ કરીને સ્ત્રીને વ્યક્તિગત અને સામાજિક રીતે સુરક્ષા કવચ પૂરું પાડી રહી છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં અભયમ ની ટીમ દ્વારા રસ્તા પર છ માસનું બાળક લઈને ફરતા મહિલાને પરિવાર સાથે મિલન કરાવ્યું


         આ અંગે વધુ વિગતવાર માહિતી આપતા 181 અભયમ મહિલા હેલ્પલાઇન માં જાગૃત નાગરિક દ્વારા કોલ આવતા.કાઉન્સેલર શ્રી પલ્લવીબેન વાઘેલા અને મહિલા પોલીસ કર્મચારી નઝમાબેન કંઠીયા. સ્થળ પર પહોંચી  પીડીતાબેન ને તેઓની સમસ્યા પૂછતા જણાવેલ કે તેઓને માનસિક સ્થિતિ સારી ન હોય અને સૂઝબુજ ખોઈ બેસતા તેઓ ઘરેથી છ માસની બાળકી લઈને નીકળી ગયા.  ત્યારબાદ પીડિતાબેન તેઓના પરિવાર વિશે પૂછતા જણાવેલ કે તેઓ રાજસ્થાનથી આવેલ છે અને પરિવારમાં પતિ અને ત્રણ વર્ષની બાળકી તેમજ છ માસની બાળકી એમ ચાર સભ્યો રહે છે . ત્યારબાદ ઘરનું એડ્રેસ પૂછતા જણાવેલ સ્થળ પર લઈ જતા ત્યાં તેઓના પતિ અને ત્રણ વર્ષની બાળકી તેઓની રાહ જોતા હોય. પતિ અને બાળકીને જોઈને માનસિક અસ્વસ્થ મહિલા એ  હાશકારો અનુભવ્યો. આમ ખંભાળિયા 181 અભયમ ટીમ દ્વારા છ માસની બાળકી અને તેની માતાનું પરિવાર સાથે મિલન કરાવ્યું.

 

[wptube id="1252022"]
Back to top button