ગરબાડા તાલુકાના નઢેલાવમાં રહેણાંક મકાનમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યા બાદ ગેસનો બોટલ બ્લાસ્ટ થયો:1,10 લાખનું નુકસાન

તા.૦૯.૦૪.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
ગરબાડા તાલુકાના નઢેલાવમાં રહેણાંક મકાનમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યા બાદ ગેસનો બોટલ બ્લાસ્ટ થયો:1,10 લાખનું નુકસાન
ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે બારાના કૂવા ફળિયામાં રહેતા કટારા નરેશભાઈ ધૂળિયાભાઈ ના મકાનમાં ગત તારીખ ૦૭/૦૪/૨૦૨૩ ના રોજ ૩:૦૦ વાગ્યાના અરસામાં શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી આ આગ ઘરના પાછળના ભાગે અને રસોડામાં લાગતાં રસોડામાં રહેલ ગેસનો બોટલ બ્લાસ્ટ થતાં આગ પ્રસરી જતા આખું રસોડું બળીને ખાખ થઈ ગયું હતું અને તેમાં રહેલું ૬૦૦ કી.ગ્રા જેટલું અનાજ, રસોડાના જોતરા ૬ નંગ ૩૦,૦૦૦ ના વળા ૨૦ નંગ ૪૦૦૦ ના અને લાકડાના થાંભલા ૮ નંગ ૧૬૦૦૦ ના તેમજ ૨૦,૦૦૦ ના નળિયા અને થાપડા તુટી ગયા ૧૫,૦૦૦ નું ઘાસ ૨૫,૦૦૦ નું અનાજ બળી ને ખાખ થઈ જતાં આશરે કુલ ૧,૧૦,૦૦૦ રૂપિયાનું નુકશાન મકાન માલિક ને થવા પામ્યું હતું. આ બાબતનો રિપોર્ટ ગ્રામ પંચાયત ના તલાટીએ તાલુકા વિકાસ અધિકારી ને મોકલી આપી સહાય અપાવવા માટેની કામગીરી હાથ ધરી હતી