
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
આગામી તારીખ તા.09/04/2023ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ–3ની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઇ રહી છે ત્યારે, ડાંગ જિલ્લાનાં સરહદીય તથા પૂર્વપટ્ટીનાં અંતરીયાળ વિસ્તારનાં ગામડાઓમાંથી તથા અન્ય જિલ્લામાંથી આવતા પરીક્ષાથીઓને અગવડતા ન પડે તે માટે ડાંગ જિલ્લામાં નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ આહવા,વઘઇ,સુબીર અને સાપુતારા પોલીસ સ્ટેશનનાં અધિકારીઓએ હકારાત્મક અભિગમ અપનાવ્યો છે.ડાંગ જિલ્લાનાં સુબીર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં નવજ્યોત સ્કુલ-સુબીર પરીક્ષા કેન્દ્ર આવેલુ છે. જે પરીક્ષા કેન્દ્ર ઉપર જવા સારૂ કોઈ પરીક્ષાર્થી પાસે વ્હીકલની સગવડ ના હોય, અને પરીક્ષા કેન્દ્ર ઉપર જવામાં મુશ્કેલી પડે, તો સુબીર પોલીસ સ્ટેશન અથવા ત્યાંના જવાબદાર અધિકારીનો સંપર્ક કરવા જણાવાયુ છે.આ માટે પરીક્ષાર્થીઓ સુબીરના P.S.I કે.કે.ચૌધરી (મોબાઈલ નંબર : 9712908436), તથા સુબીર પોલીસ સ્ટેશન ₹સંપર્ક નંબર : 8160875459)નો સંપર્ક કરી શકે છે.તેવીજ રીતે આહવાનાં પરીક્ષા સેન્ટર માટે આહવા પોલીસ મથકનાં પી.એસ.આઈ એ.એચ.પટેલનાં મોબાઈલ ન.9879323043/9624191286 તથા પોલીસ સ્ટેશન ન.(02631-220333)પર સંપર્ક કરી શકે છે.તથા વઘઇ સેન્ટરનાં પરીક્ષા કેન્દ્ર માટે વઘઇ પોલીસ મથકનાં પી.એસ.આઈ.પી.બી ચૌધરીનાં મોબાઈલ ન.9099927434 તથા પોલીસ સ્ટેશન ન.(02631-246233)પર પરિક્ષાર્થીઓ સંપર્ક સાધી શકે છે…





