
વિશ્વ યોગ દિવસની ઉજવણ
વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશ પટેલ- વાંસદા
વાંસદા તાલુકાની વન વિદ્યાલય આંબાબારી અને શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસના સંયુક્ત ઉપક્રમે વાંસદા તાલુકાના ઐતિહાસિક ડુંગર એવા તોરણીયા ડુંગર પર માનનીય પ્રાંત સાહેબ તથા કાર્યપાલક ઈજનેર નરેશભાઈ ગાયકવાડ સાહેબના માર્ગદર્શન હેઠળ ૨૦૦ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ નો પણ સારો એવો સાથ સહકાર રહ્યો હતો શ્રી વન વિદ્યાલય ના પટાંગણમાં તથા શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય પટાંગણમાં શિક્ષકો,આચાર્યો તથા વાલીઓ સાથે યોગ કર્યા હતા જેમાં વિશેષ માહિતી આંબાબારી હાઇસ્કુલ ના આચાર્ય ડોક્ટર કમલેશભાઈ ઠાકોર દ્વારા આપવા માં આવી હતી અને “યોગ ભગાવે રોગ” ની વિવિધ વાતો દ્વારા સમજ આપી હતી આપણો દેશ વિશ્વગુરુ બન્યો એની ગૌરવ ગાથા રજુ કરી હતી.
[wptube id="1252022"]




