BANASKANTHAPALANPUR

તાણામાં ગોકુલનગર ખાતે શ્રીગોગા મહારાજની પાવન ધરામાં શ્રી રામ કથા નિમિતે પોથી યાત્રા નીકળી

6 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરાને અડીને આવેલ ઘેઘુર વડથી પ્રખ્યાત જ્યાં શ્રી ચામુંડા માતાજી બિરાજમાન છે એવી તાણાની પાવન ધરતી ઉપર ગોકુળ નગર સોસાયટી ખાતે શ્રી ગોકળિયા ગોગા મહારાજના સાનિધ્યમાં સંવત ૨૦૭૯ ના ચૈત્ર સુદ-૧૩ ને મંગળવાર તા.૦૪/૦૪/૨૦૨૩ થી તા.૦૮/૦૪/૨૦૨૩ ને શનિવાર રાત્રે ૮ થી ૧૧.૩૦ કલાક પાંચ દિવસ સુધી પરમ તપસ્વી શ્રીરામ નામ ઉપાસક શ્રદ્ધેય આચાર્યશ્રી હરિદાસ મહારાજના મુખે શ્રીરામ કથાનું રસપાન કરાવાશે.ત્યારે કથા ના મુખ્ય યજમાન ઠક્કર અચરતલાલ શિવરામભાઈ પરિવાર હસ્તે-હર્ષદભાઈ /નિરંજનભાઈ, ઠક્કર વિજયભાઈ જયંતીલાલ ટેસ્ટી, રાજુ પ્રભુરામભાઈ ઠક્કર લાટી,કથાના દૈનિક યજમાન થરા શહેર ભાજપ પૂર્વપ્રમુખ કનુભાઈ બી.ઠક્કર, રાધેશ્યામ મંડપના હરિભાઈ/દિનેશભાઈ સહિત અનેક દાતાઓએ અનેક પ્રકારે લાભ લીધો છે.આજરોજ સાંજે પોથી યાત્રા (કળશ યાત્રા) ઠક્કર જસવંતલાલ શંભુલાલ ના નિવાસ સ્થાનેથી નીકળી કથા મંડપે પહોંચેલ ત્યારે થરા સ્ટેટમાજી એવમ થરા નગરપાલિકા પ્રમુખ પ્રુથ્વીરાજસિંહ ચંદ્રસિંહજી વાઘેલા,પૂર્વપ્રમુખ ભારતીબેન કે.અખાણી,વહેપારી અગ્રણી કિરીટકુમાર એ.ઠક્કર,થરા શહેર ભાજપ પૂર્વપ્રમુખ કનુભાઈ બી.ઠક્કર,શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણના ઉપ પ્રમુખ અણદાભાઈ એસ.પ્રજાપતિ,ભૂરાભાઈ જોષી સહિત વિશાળ સંખ્યામાં તાણાં-થરાના નગરજનો,ભાવિક ભક્તો હાજર રહ્યા હતા.કથામાં જે પણ આવક થશે તે ગૌ શાળામાં આપવામાં આવશે.પાંચ દિવસ સુધી ચાલનાર શ્રીરામ કથામાં નિરંજનભાઈ ઠક્કર, જશુભાઈ ઠક્કર,વિજયભાઈ ઠક્કર ટેસ્ટી,રાજુ ઠક્કર લાટી સતત ખડે પગે રહી ધર્મપ્રેમી જનતાને આવકારશે.આ અંગે નટવર.કે.પ્રજાપતિએ જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button