HIMATNAGARSABARKANTHA

સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકેનો હવાલો સંભાળતા શ્રી એન.એન. દવે

સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકેનો હવાલો સંભાળતા શ્રી એન.એન. દવે

મુખ્યમંત્રી શ્રીના ખાસ ફરજ પરના અધિકારી શ્રી એન..એન. દવે (IAS) ની સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકે નિમણૂંક થતાં શ્રી એન.એન. દવે એ આજે સોમવારના રોજ સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકેનો હવાલો સંભાળી લીધો છે.

વર્ષ – ૨૦૧૨ માં ભારતીય વહિવટી સેવા સંવર્ગ (IAS)માં નિમણૂંક થયા બાદ તેઓ અમદાવાદ ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે અસરકારક કામગીરી કરી હતી. શ્રી દવેએ ગુજરાત વહિવટી સેવામાં જોડાઇને લીંબડી, વડોદરા અને ગાંધીનગર ખાતે ફરજ બજાવી ચુક્યા છે. તેઓશ્રી મહેસાણા જિલ્લામાં અધિક કલેક્ટર તરીકે પણ સેવા આપી ચુક્યા છે. આ ઉપરાંત વિવિધ મંત્રીશ્રીઓના તથા વિધાનસભાના અધ્યક્ષ શ્રીના અંગત સચિવ તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

સાબરકાંઠા જિલ્લાનો પદભાર સંભાળ્યા બાદ જિલ્લાના વિકાસને પ્રાથમિકતા આપવાની કટીબધ્ધતા વ્યકત કરી હતી.

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button