DANG

ડાંગ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લામાં એસ.એસ.સી બોર્ડ અને એચ.એસ.સી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓમાં એક પણ ગેરરીતિનો કેસ નોંધાયો નહી….

પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આયોજિત ધોરણ 10ની એસ.એસ.સી અને ધોરણ 12ની એચ.એસ.સી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ આજરોજ પૂર્ણ થવા પામી છે.ડાંગ જિલ્લામાં એસ.એસ.સી બોર્ડની તમામ વિષયની પરીક્ષાઓ આહવા,વઘઇ,માલેગામ,સુબિર, સાપુતારા,પીંપરી,સાકરપાતળ, ચીંચલી અને પીપલદહાડ મળી કુલ 9 સેન્ટરનાં 14 પરીક્ષા કેન્દ્રો તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના એક સેન્ટર અને 2 પરીક્ષા કેન્દ્રો પર યોજાઈ હતી.ડાંગ જિલ્લામાં એસ.એસ.સી બોર્ડ અને એચ.એસ.સી બોર્ડ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ આજરોજ જિલ્લા શિક્ષણ અધિકારી વી.ડી.દેશમુખનાં માર્ગદર્શન હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે.ડાંગ જિલ્લામાં એસ.એસ.સી બોર્ડ અને એચ.એસ.સી બોર્ડ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓમાં એક પણ ગેરરીતિનો કેસ નોંધાયો નથી.તથા ડાંગ જિલ્લામાં બોર્ડની પરીક્ષા દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી.ડાંગ જિલ્લામાં આજરોજ એસ.એસ.સી બોર્ડ અને એચ.એસ.સી બોર્ડ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા કહી ખુશી કહી ગમ સાથે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વતનની વાટ પકડી હતી.ડાંગ જિલ્લામાં છેલ્લા દિવસે એસ.એસ.સી બોર્ડનાં વિવિધ વિષયોમાં નોંધાયેલ 3140 વિદ્યાર્થીઓમાંથી 3009 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે છેલ્લા પ્રશ્નપત્રમાં 131 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા..

[wptube id="1252022"]
Back to top button