
તા.૨૮.માર્ચ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રી દરમિયાન મહાકાળી માતાજીની માનતા અને આરાધના પૂરી કરી મનોકામનાઓ પૂર્ણ કરવા અને પૂજા અર્ચના કરી માતાજીના દર્શન કરવા હજારોની સંખ્યામાં માઇ ભક્તો ગુજરાતના ખૂણે ખૂણેથી પગપાળા યાત્રાળુઓ સંઘ તેમજ માતાજીના રથ સાથેના સંઘ લઈ પધારે છે જેમાં આજે વડોદરા જિલ્લાના પાદરા ખાતેના ભાઈલી કોયલી થી કાળકા માતાજીનો રથ સાથેનો વિશાળ સંઘ પેઢી દર પેઢી પરંપરા અને શ્રદ્ધા સાથે ચૈત્રી નવરાત્રી પાવાગઢ ખાતે પધારે છે આ વિશાળ યાત્રા તા.૨૬ માર્ચ રવિવાર નાં રોજ નીકળ્યો હતો જે સંઘ આજે ૨૮મી સાંજે હાલોલ નગરમાં પ્રવેશતા પ્રખ્યાત વર્ષોથી ભાઈલી કોઈલી વાળા માતાજીના રથના સંઘ નું નગર ખાતે ઠેર ઠેર રસ્તામાં ઉષ્માભર્યું સ્વાગત કરી માતાજીના દર્શન કર્યા હતા. જેમાં મહિલા પુરુષો બાળકો અને વડીલો સાથેનો વિશાળ ભાઈલી કોઈલી વાળો માતાજીના રથ સાથેનો યાત્રાળુ સંઘ બુધવારે આઠમ નિમિત્તે પાવાગઢ ખાતે પહોંચી પોતાની મનોકામનાઓ પૂર્ણ કરશે.










