DANG

ડાંગ: કોટમદર ગામે જમાઈ સાથે અન્ય એક ઇસમે મળી લકવાગ્રસ્ત સસરાની કરી હત્યા…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લાનાં કોટમદર ગામે જમાઈ તથા અન્ય એક ઇસમે લકવાગ્રસ્ત સસરાનું મદદગારીમાં કરપીણ હત્યા કરી નાખી….ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં કોટમદર ગામે બે ઈસમોએ એક આધેડનાં ગળે ઓઢણી વડે ટૂંપો દઈ હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી…

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ શામગહાન ગામનાં મધુભાઈ સોમાભાઈ ચૌહાણની બીજી પત્ની(રખાત) કોટમદર ગામની હોય જેથી સાસુ સસરાનાં ઘરે આવતા જતા રહેતા હતા.અને મધુભાઈ ચૌહાણની બીજી પત્નીનાં સંબધમાં સંતાનમાં એક દીકરી હોય જેથી સસરા જયરામભાઈ ધવળયાભાઈ પવાર મધુભાઈ ચૌહાણને લગ્ન કરવાનું જણાવ્યુ હતુ. પરંતુ મધુભાઈ ચૌહાણે સસરાને જણાવ્યુ હતુ કે આપણા રીતી રિવાજ મુજબ લગ્ન કરવા માટે ઘણો ખર્ચો થતો હોય જેથી હું લગ્ન કરીશ નહી. અને બીજી પત્નીને રખાત તરીકે જ રાખીશ.પરંતુ સસરા જયરામભાઈ પવાર જમાઈ મધુભાઈ ચૌહાણને વારંવાર જણાવતા હતા કે તમે લગ્ન કરતા નથી.તથા મને લકવો થયેલ હોય અને મારી સેવા પણ કરતા નથી.આમ સસરા દ્વારા મેણા ટોના અને ગંદી ગાળો બોલતા અહી હાજર બાપુભાઈ જીવાભાઈ ઠાકરે રે.લહાનદબાસ ગામ તા.આહવાનાઓએ મધુભાઈ ચૌહાણને જણાવેલ કે આ ડોસો કાયમ તને મેણા ટોના સંભળાવે છે.તેમ વાત કરી બન્ને ઈસમોમાં મધુભાઈ સોમાભાઈ ચૌહાણ અને બાપુભાઈ ઠાકરેનાઓએ મળી લકવાગ્રસ્ત સસરા નામે જયરામભાઈ ધવળયાભાઈ પવાર.ઉ.58.રે.કોટમદરનું ઓઢણી વડે ગળામાં ટૂંપો દઈ હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી.હાલમાં સાપુતારા પી.એસ.આઈ.કે.જે.નિરંજને ફરીયાદી તારાબેન પવારનાં ફરીયાદનાં આધારે આરોપી મધુભાઈ સોમાભાઈ ચૌહાણ રે.શામગહાન.તા.આહવા તથા બાપુભાઈ જીવાભાઈ ઠાકરે રે.લહાનદબાસ તા.આહવાનાઓની સામે હત્યાનો ગુનો નોંધી આ બન્નેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે…

[wptube id="1252022"]
Back to top button