
24 માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
ભુજ કચ્છ :- રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ- કચ્છ તેમજ સેવિકા સમિતિ-ભુજ નગરના સયુંકત ઉપક્રમે 23 માર્ચ “બલિદાન દિવસ” નિમિત્તે ‘પુષ્પાંજલિ’ કાર્યક્રમમાં ધો. 1 થી 9 ના બાળકો માટે દેશભક્તિ ગીત અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન ભુજ મધ્યે કરવામાં આવેલ હતુ, જેથી તેઓ વીર ભગતસિંહ, સુખદેવ તેમજ રાજગુરૂના જીવનમાંથી પ્રેરિત થઈ રાષ્ટ્રવાદ,રાષ્ટ્રપ્રેમ ના રંગે રંગાઇ શકે અને રાષ્ટ્ર ની ઉન્નતિમાં સ્વ નુ યોગદાન આપી શકે. આ પુષ્પાંજલિ કાયૅક્રમ માં ધો. 1 થી 5 માં 44 અને ધો. 6 થી 9 માં 12 સ્પર્ધકોએ દેશભક્તિ ગીત ની સ્પર્ધામાં ભાગ લીધેલ હતો, જ્યારે વક્તૃત્વ સ્પર્ધામાં 5 સ્પર્ધકો એ ભાગ લીધેલ હતો. જેમાં વિજેતાઓને પ્રમાણપત્ર તેમજ ઇનામો વડે પુરસ્કૃત કરવામાં આવેલ હતા અને ભાગ લેનાર તમામ સ્પર્ધકો ને પણ પ્રોત્સાહન ઇનામ અને અલ્પાહારમાં બિસ્કિટ આપવામાં આવેલ હતા. દેશભક્તિ ગીત સ્પર્ધાના નિર્ણાયકો માં સંગીત વિશારદ ધાત્રીબેન માંકડ, વિધીબેન ભટ્ટ તેમજ દેવાંશીબેન ગઢવીએ સેવાઓ આપેલ હતી, જ્યારે વક્તૃત્વ સ્પર્ધામાં નિર્ણાયકો તરીકે ભક્તિબેન જોબનપુત્રા, ઉમિઁબેન પારેખ તેમજ મીરાંબા જાડેજાએ સેવાઓ આપેલ હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ના હોદ્દેદારશ્રીઓ નયનભાઈ વાંઝા, અલ્પેશભાઇ જાની, ધર્મેન્દ્રભાઇ પરમાર, રમેશભાઈ ગાગલ, સુનિલભાઇ મહેશ્વરી, કિશનભાઇ પટેલ, મીરાંબા જાડેજા, રાખીબેન રાઠોડ, પ્રવિણભાઇ ચૌહાણ, હેતલબેન પોકાર તેમજ રાષ્ટ્ર સેવિકા સમિતિ-ભુજ ના પ્રમુખ ભાવનાબેન દરજી અને ડિમ્પલબેન જેઠીએ કાયૅક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી. એન્કરવાલા વિધાલય, ભુજના ટ્રસ્ટી પ્રાધ્યાપક શ્રી મેહુલભાઈ શાહ અને આચાર્યા શ્રી એ શાળા નો સભાખંડ કાયૅક્રમ માટે આપી સહયોગ આપેલ હતો. ઇનામ નુ સૌજન્ય જલારામ સ્ટેશનરી (મહેશભાઇ ઠક્કર) દ્વારા પ્રાપ્ત થયેલ હતુ. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પૃથ્વીબેન સોનીએ કયુઁ હતુ. આભાર વિધિ પ્રવિણભાઇ ચૌહાણ દ્વારા કરવામાં આવેલ હતી.









