
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર તા.21/03/2012નાં રોજ સસરા પક્ષ સાથે ઘરમાં ડેરીનો વેપાર ચાલતો હોય તેના હિસાબ અંગે બોલાચાલી થતા ભોગ બનનારને માઠુ લાગી આવતા પોતાના ઘરનાં રસોડામાં રાખેલ કેરોસીન શરીરે છાંટી આગ ચાંપી લેતા શરીરે દાઝી ગયેલા અને જેથી તેમણે
સારવાર માટે દાખલ કરતા સારવાર દરમ્યાન તેમનું દાઝી જવાને કારણે મૃત્યુ થયેલ હતુ.જેથી મરણ પહેલા તેઓ દ્વારા આપવામાં આવેલ ફરિયાદ અને મરણોત્તર નિવેદનનાં આધારે પોલીસની ટીમે
ફરિયાદ દાખલ કરી જે તે સમયે આક્ષેપિતોની ધરપકડ કરેલ હતી.અને તપાસનાં અંતે નામદાર આહવા કોર્ટમાં
ચાર્જશીટ રજૂ કરેલ અને આક્ષેપિતો તરફે સિનિયર એડવોકેટ પ્રતાપસિંહ.કે.મહિડા,એડવોકેટ
આરીફ.એચ.બાગવાન અને એડવોકેટ ભૂમિ રાજસિંહ.પી.મહિડાનાઓએ હાજર રહી દલીલો કરી હતી.આ કેસમાં સાહેદોની જુબાની તથા ચાર્જશીટ સાથે રજૂ પુરાવાથી ફરિયાદ પક્ષ તેમનો કેસ
સાબિત કરવામાં નિષ્ફળ ગયો હતો.અને એડવોકેટ પ્રતાપસિંહ કે.મહિડા દ્વારા કરવામાં આવેલ
દલીલ કે મરણોત્તર નિવેદનમાં ઘણી બધી ક્ષતિઓ હોય તેની સત્યતા શંકાસ્પદ બને છે.અને
ઘણા અગત્યના સાહેદોનાં નિવેદન લેવામાં આવેલ નથી અને ફરિયાદ પણ પોલીસ સાહેદ
દ્વારા પોલીસ સ્ટેશનમાં આપ્યાનું જણાવામાં આવેલ છે.જ્યારે ફરિયાદી સારવાર દરમ્યાન
મરણ પામેલ જેથી ફરિયાદ પણ સાબિત થઈ શકેલ નથી.અને ખરી હકીકતમાં આક્ષેપીતો
દ્વારા કોઈ ત્રાસ આપવામાં જ આવેલ ન હતો.ગુજરી જનારનાં પિયર પક્ષને પૈસાની જરૂર
પડતા ગુજરનારે પૈસાની માંગણી તેમના સાસરાપક્ષ પાસે કરેલ હતી.પરંતુ તેઓ પૈસા આપી શકે
એવી નાણાકીય પરિસ્થિતિ ન હોય તે અંગે ના પાડતા માંઠુ લાગી આવતા ગુસ્સામાં આ પગલુ
ભરેલાનું જણાઈ આવે છે.અને તેની સાથે નામદાર સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના ચુકાદા રજૂ કરતા આહવા મુ.નવસારીનાં બીજા વધારાના સેશન્સ જજ એ.એમ.મેમને આ દલીલો માન્ય રાખી આરોપીઓમાં ગુલામભાઈ ફકીરભાઈ શેખ જે ચાલુ ટ્રાયલ દરમ્યાન મરણ ગયેલ તથા અન્ય આરોપીઓમાં વસીમભાઈ ગુલામ શેખ,હાજરાબેન ગુલામભાઈ ફકીરભાઈ શેખ,શબાનાબાનુ સરફરાજ ગુલામભાઈ શેખનાઓને શંકાનો લાભ આપી છોડી મુકવાનો દાખલારૂપ હુકમ કરેલ છે..





