GUJARATHALOLPANCHMAHAL

હાલોલમાં ઈદે મિલાદ પર્વની ઉજવણીને લઈને ચાલતી તડામાર તૈયારીઓ.

રિપોર્ટર.કાદીર દાઢી.હાલોલ

તા.૨૩.૯.૨૦૨૩

હાલોલ નગરમાં ઈદ મિલાદ પર્વની ઉજવણીને લઈ મુસ્લિમ સમાજ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ઇસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી આગામી 29 સપ્ટેમ્બર શુક્રવારના રોજ થનાર છે.ત્યારે હાલોલ નગરમાં પણ ઈદે મિલાદ પર્વની ઉજવણીને લઈને નગરના મુસ્લિમો તડામાર તૈયારીઓમાં જોતરાયા છે.જેમાં નગરના વિવિધ વિસ્તારોમાં રોશની નો ઝગમગાટ જોવા મળી રહ્યો છે. જ્યારે આગામી 29 સપ્ટેમ્બર શુક્રવારના રોજ ઈદે મિલાદ પર્વની ઉજવણીને લઈ લીમડી ફળિયા અમીરે મિલ્લત ચોક ખાતેથી બપોરે ત્રણ કલાકે ભવ્ય જુલુસ નીકળશે અને નગરના વિવિધ વિસ્તારોમાં ફરી પરત લીંમડી ફળિયા અમીરે મિલ્લત ચોક ખાતે આવી સમાપન થશે ત્યારબાદ રઝા યંગ સર્કલ દ્વારા નિયાઝ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમો ઉમટશે જેને લઇ નગરના મુસ્લિમોમાં ઈદે મિલાદ પર્વને લઈ એક અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

[wptube id="1252022"]
Back to top button