
૨૩ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
ભુજ કચ્છ :-અખિલ ભારતીય મુલકી સેવા ૨૦૨૨-૨૩ અંતર્ગત નેશનલ લેવલની ચેસ ટુર્નામેન્ટ ભુવનેશ્વર, ઓડિશા મુકામે તાજેતરમાં ૧૧ માર્ચથી ૧૯ માર્ચ દરમ્યાન યોજાઇ હતી. જેમાં ભુજની પોલિશ હેડ ક્વાર્ટર શાળા નં. ૭ ની શિક્ષિકા શ્રીમતિ જયશ્રીબેન ચૈતન્યભાઈ આર્ય રાજ્ય કક્ષાએ ગુજરાતની ટીમમાં પસંદગી પામી નેશનલ લેવલે ઓડિશા ખાતે ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરી કચ્છ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું.તેમની આ સિદ્ધિ બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.પી.પ્રજાપતિ, રાજ્યસંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા, કચ્છ જિલ્લા પ્રા. શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામતભાઈ વસરા, બી.આર.સી. કો. ઓર્ડીનેટર ભરતભાઈ પટોડિયા, ભુજ યુનિટના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, મહામંત્રી મેહુલ જોષી ઉપરાંત શાળા પરિવારે તેમને અભિનંદન પાઠવ્યા હતા.








