21 માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી :- કચ્છ
મુન્દ્રા કચ્છ :- શિક્ષણ વિભાગના પત્ર ક્રમાંક : પીઆરઈ/૧૧૨૦૨૨/સીસી-૩૯૮-ક. તા.૧૭/૩|૨૦૨૩ અને નિયામક કચેરીના પત્ર ક્રમાંક : પ્રાશિનિ/ક-નીતિ/૨૦૨૩ ૧૭૭૦-૧૮૮૨ તા.૧૮|૩|૨૦૨૩ ના પત્રથી નામદાર હાઈકોર્ટના ચૂકાદાને આધારે સંદર્ભદર્શિત શિક્ષણ વિભાગના પત્ર-૧ થી સરકારશ્રી દ્વારા તા.૯/૧૦/૨૦૧૯ના મુખ્ય શિક્ષક બદલી નિયમો મૂળ અસરથી રદ કરી તે અન્વયે કરેલ HTAT મુખ્ય શિક્ષકોની વધ બદલીઓ રદ કરી તેમના મૂળ સ્થાને પરત મૂકવા કરાયેલ પરિપત્ર બદલ સરકારશ્રી અને શિક્ષણ વિભાગનો રાજ્ય સંઘે આભાર માન્યો છે. કચ્છ સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં મહેકમ ન જળવાતા મુખ્ય શિક્ષકોને દૂરના વિસ્તારોમાં જવું પડ્યું હતું. રાજ્ય શિક્ષક સંઘ દ્વારા વખતો વખતની રજૂઆત બાદ વધ પરતનો નિર્ણય લેવાયો તે બદલ સબંધિત મુખ્ય શિક્ષકોએ પણ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.પરંતુ જે HTAT (મુખ્ય શિક્ષકો) કોર્ટ મેટરમાં સામેલ થયેલ ન હતા અને જેઓની બદલી સેટઅપ મુજબ નજીકની શાળા કે નજીકના તાલુકામાં થયેલ હતી અને હાલ પણ આ શાળામાં મુખ્ય શિક્ષકનું સેટઅપ હોય ત્યારે બદલી કેસમાં નહીં જોડાયેલ મુખ્ય શિક્ષકોને બદલીથી જે શાળા ફાળવેલ હતી તે જ શાળા એટલે કે હાલ જ્યાં નોકરી કરે છે તે શાળામાં મુખ્ય શિક્ષક તરીકે રહેવા માટે વિકલ્પ આપવા રાજ્ય સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી સતિષ પટેલ દ્વારા નિયામક પાસે રજૂઆત કરવામાં આવી છે. આનાથી સેટઅપ સંબંધી મુશ્કેલી ઉભી નહીં થાય અને વધઘટની સમસ્યા નિવારી શકાશે અને વધુ સંખ્યાવાળી શાળામાં તે ફરજ બજાવી શકશે.







