DAHOD

ઝાલોદ નગર ગીતામંદિર ખાતે રામનવમીની ઉજવણી અંગે મીટિંગ યોજાઈ 

તા.૨૦.૦૩.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

ઝાલોદ નગર ગીતામંદિર ખાતે રામનવમીની ઉજવણી અંગે મીટિંગ યોજાઈ

રામનવમી નિમિતે નગરના સહુ વ્યાપારી વ્યાપાર બંધ રાખે તેવું મીટીંગમાં નક્કી કરાયું નગરના સહુ લોકો દ્વારા હિન્દુ સમાજના નેજા હેઠળ આયોજન સફળ બનાવવા આહ્વાન કરાયું  આગામી 30 માર્ચ ગુરુવારના રોજ હિન્દુ ધર્મ એકતાના પ્રતિક એવા મર્યાદા પુરસોત્તમ શ્રી રામનો જન્મદિવસ આવી રહ્યો છે અને તે માટે રામ સેવા સમિતિ દ્વારા આ ઉજવણી શાનદાર રીતે કરવા માટે નગરના સહુ હિન્દુ ધર્મ પ્રેમીયોની મીટીંગ ગીતામંદિર ખાતે તારીખ 19-03-2023 નાં રોજ રાત્રે 8:30 વાગે યોજાઈ હતી.

આ મીટીંગમાં આયોજન અંગે પૂર્વ ભૂમિકા અને કામગીરી સફળ બનાવવા ભાર મુકવામાં આવ્યો હતો. ઉપસ્થિત સહુ હિન્દુ સમાજ દ્વારા રામનવમીની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવા સહમતી દર્શાવી હતી. તેમજ રામ સેવા સમિતિ દ્વારા મીટિંગમાં 30-03-2023 ના રોજ હિન્દુ સમાજના સહુ લોકો દ્વારા વ્યાપાર રોજગાર સ્વૈચ્છિક બંધ રાખી રામનવમી નિમિત્તે નીકળનારી શોભાયાત્રામાં જોડાવવા આહવાન કરવામાં આવ્યું હતું સહુ ઉપસ્થિત લોકોએ દુકાન બંધ રાખવા સમર્થન આપ્યું હતું .

[wptube id="1252022"]
Back to top button